વંથલીના મોટા કાજલીયારા ખાતે ફ્રી આરોગ્ય કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

વંથલીના મોટા કાજલીયારા ખાતે ફ્રી આરોગ્ય કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
વંથલી તાલુકાના મોટા કાજલીયારા ગામે કચરાભગત માધ્યમિક શાળા ખાતે વિનામુલ્યે આરોગ્ય કેમ્પ તેમજ ગિરનારી ગૃપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં એમ. ડી. , ઓર્થોપેડીક, ગાયનેક,બાળરોગ, સ્કિન, ફિઝિયોથેરાપિસ્ટ ના નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી તેમજ જરૂરિયાત મંદ લોકોને સ્થળ પર દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમજ એકત્ર થયેલ બ્લડ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો ને લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા સરપંચ સંજયભાઈ બોરીચા,વિપુલભાઈ જીલડીયા,પરબતભાઇ ડાંગર,દિપકભાઈ જાદવ તેમજ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ:રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300