ધરમપુર : આદિવાસીઓ પર UCC લાગુ ન કરવા તાલુકા પં.સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા લેખિત રજુઆત.

ધરમપુર : આદિવાસીઓ પર UCC લાગુ ન કરવા તાલુકા પં. સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા લેખિત રજુઆત.
ધરમપુર :તા.02/04/2025 નાં દિને પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત માનનીય સેક્રેટરી સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાત ને રાજ્યના અનુસુચિત જન જાતિ(આદિવાસીઓ) પર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરવા બાબત રજૂઆત કરવામાં આવી છે.
*૧૯૪૭ માં ભારત દેશ આઝાદ થયા પછી લોકશાહી ના સિદ્ધાંતો પર ચાલનાર રાષ્ટ્ર બન્યુ અને ચલાવનાર સરકારો બની, દેશ ના નાગરિકો એ પોતાને બંધારણ ની ભેટ આપી અને માત્ર બંધારણ ને આધારે હવે પછી દેશ ચાલશે તે સ્વીકાર્યું, ભારત દેશ અનેકવિધ વિવિધતાઓનો દેશ છે. અને વિવિધતા માં એકતા એ ભારત દેશ ની ઓળખ છે. સામાજિક,સાંસ્કૃતિક, ધાર્મિક, ભાષાકીય થી લઇ ને કેટલાય પ્રકાર ની વિવિધતાઓ થી ભરેલા આ દેશ છે.
તે પ્રમાણે લોકો પોતાના નિતિ નિયમો પાળે છે. વર્તમાન સમયમાં દેશના તમામ નાગરિકો માટે “ સમાન નાગરિક ધારો * લાગુ કરાવવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે, ભારત નાં બંધારણીય સિદ્ધાંતો ને ધ્યાનમાં રાખી ને આ વિષય પર ઊંડી સમજ અને ચિંતન કરવું ખુબજ જરૂરી બને છે
આજની સ્થિતિએ રાજ્યમાં ૧.૨૫ કરોડ જેટલી આદિવાસીઓ ની વસ્તી છે. જે અહીના મૂળ નિવાસી છે. જેઓની આદિ-અનાદીકાળ થી સામાજીક ધાર્મિક રીત રીવાજો, પ્રથાઓ,પરંપરાઓ,લગ્ન, વારસાઈ, છુટાછેડા, ગોદલેવું,ઘર જમાઈ,ઉત્તરાધિકારી નક્કી કરવુ, માતૃસત્તા, બહુપત્નીત્વ, બહુ પતિત્વ, બહુ વિવાહ, જેવી બાબતો જીવન શૈલી નો ભાગ છે. જે પેઢી દર પેઢી અને સદીઓ થી ચાલી આવતા વ્યક્તિગત કાયદા છે.
આજે પણ જન્મ, લગ્નવિધિ, મરણવિધિ, કુળ દેવી,-દેવતાઓ સાથે પ્રકૃતિ ની પૂંજા, જેને મુસ્લિમો ના ૫૦૦ વર્ષના સાશનકાળ અને અંગ્રેજો ના ૧૭૫ વર્ષ ના સાશનકાળ દરમિયાન પણ દખલગીરી કરી ન હોતી, જેવી તમામ બાબતો ” સમાન નાગરિક સંહિતા લાગુ કરવાથી આપો આપ નષ્ટ થઇ જશે.
આદિવાસી સમાજ ને મળેલ બંધારણીય અનુસૂચિ 5 ની જોગવાઈઓ, પેસા એક્ટ -૧૯૯૬, શૈક્ષણિક અને રાજકીય અનામત. ૭૩એએ, અનુસૂચિત જાતિ,અનુસૂચિત જન જાતિ (અત્યાચાર નિવારણ ) અધિનિયમ, વિલકિન્સન રુલ_૧૮૩૭, કારતકારી અધિનિયમ_૧૯૦૮ (CNT ACT) તથા જળ, જંગલ. જમીન તથા ખનીજો પર ના અધિકારો ” સમાન નાગરિક સંહિતા ” લાગુ થવાથી નષ્ઠ થઇ જશે.
દેશ ની આઝાદી ના ૭૮ વર્ષ પછી પણ આદિવાસી સમાજ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે. જેમની સાથે આજે પણ રાજ્યમાં સમાનતા નો વ્યવહાર કરવામાં આવતો નથી. આવી પરિસ્થિતિ માં હું સ્પષ્ટ પણે એવુ માનું છું કે સમાન નાગરિક ધારો ઘડવા માટે રાજ્ય ને જે સત્તા આપવામાં આવી છે તે સમય થી વહેલી છે.
દેશ ના બંધારણમાં ” સમાન નાગરિક ધારો “ ઘડવા અંગે જે કલમ ૪૪ છે તેની ચર્ચા બંધારણ સભામાં તા. ૨૩-૧૧-૧૯૪૮ ના રોજ કલમ ૩૫ તરીકે ચર્ચા થઇ હતી તે મુજબ મતદાતા ની કોઈ સંમતિ વિના લોકમત ની વિરુદ્ધ જઈ ને ” સમાન નાગરિક ધારો” રાજ્ય ના આદિવાસી સમાજ પર લાગુ કરવા જોઈએ નહી.
રિપોર્ટ – વિશાલ પટેલ, ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300