કેશોદ તાલુકા માટે જળ વ્યવષથાપન અને કૃષિ પધ્ધતિઓ દ્વારા સંકલિત વિકાસ કાર્યક્રમ પ્રોજેક્ટનો શુભારંભ

કેશોદ તાલુકા માટે જળ વ્યવષથાપન અને કૃષિ પધ્ધતિઓ દ્વારા સંકલિત વિકાસ કાર્યક્રમ પ્રોજેક્ટનો શુભારંભ
Spread the love

જુનાગઢ : કેશોદ તાલુકા માટે જળ વ્યવષથાપન અને કૃષિ પધ્ધતિઓ દ્વારા સંકલિત વિકાસ કાર્યક્રમ પ્રોજેક્ટનો શુભારંભ.

અંબુજા ફાઉન્ડેશન દ્વારા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા માટે જળ વ્યવષથાપન અને કૃષિ પધ્ધતિઓ દ્વારા સંકલિત વિકાસ કાર્યક્રમ પ્રોજેક્ટનો શુભારંભ.

અંબુજા ફાઉન્ડેશન તેના લોક કલ્યાણના કાર્યોને લઈને 1993 થી સતત પ્રયત્નશીલ છે. ફાઉન્ડેશન ભારતના 12 રાજ્યો અને 54 જિલ્લાઓ સાથે 3547 ગામોમા કામ કરી રહી છે. ગુજરાતની વાત કરી તો કુલ 9 જિલ્લાઓ સાથે રહીને 550 ગામોમા અલગ અલગ દાતાઓ તેમજ સરકારશ્રીની સહાય દ્વારા ગામ લેવલે વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરી રહી છે.

આ અમલીકરણના ભાગરૂપે HDFC Bank ના નાણાકીય સહાયથી અંબુજા ફાઉન્ડેશન દ્વારા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા માટે જળ વ્યવષથાપન અને કૃષિ પધ્ધતિઓ દ્વારા સંકલિત વિકાસ કાર્યક્રમ-પ્રોજેક્ટનો શુભારંભ કાર્યક્રમ થી પ્રોજેક્ટને કાર્યવંત કરવામાં આવ્યો.

આ શુભારંભ કાર્યક્રમ HDFC Bank ના રિજિયોનલ મેનેજર શ્રી રાજેન્દ્ર પલેવાલ સાહેબ ના હસ્તે કરવામાં આવેલો. આ કાર્યક્રમ દરમિયાન ગીર ગૌ જતન સંસ્થાન ગોંડલથી રમેશ ભાઈ રુપારેલિયા તથા ગૌ પ્રેમી શ્રી ચિરાગભાઈ બારડ- ગીર સોમનાથ દ્વારા ખેડૂતોને પ્રોજેક્ટના અનુસંધાને ગાય આધારિત ખેતીના મહત્વ સમજાવતી વિશેષ માહિતી આપવામાં આવેલ. અંબુજા ફાઉન્ડેશનના રિજિયોનલ પ્રોગ્રામ ડાયરેક્ટર શ્રી દલસુખભાઈ વઘાસિયા કે જેઓના માર્ગદર્શનથી પ્રોજેક્ટ અમલીકરણ થવા જઈ રહ્યો છે તેઓ શ્રી દ્વારા અંબુજા ફાઉન્ડેશનની સવિશેષ કામગીરી તથા આ પ્રોજેક્ટની કામગીરીથી અવગત કરવામાં આવેલ.

આ ત્રણ વર્ષના પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન પ્રોજેક્ટ વિસ્તાર – કેશોદના 38 ગામોમાં મુખ્યત્વે જળ સંરક્ષણ, ખેતી અને પશુપાલન ક્ષેત્રે કામ કરવામાં આવશે. પ્રોજેક્ટની મુખ્ય કામગીરી જોઈએ તો

નવા ચેકડેમોનું નિર્માણ તથા હયાત ચેકડેમોનું નવીનીકરણ, રિચાર્જ બોર તેમજ પાણીના યોગ્ય ઉપયોગ માટે ટપક સિંચાઇના વિસ્તાર આધારિત મોડેલો વિકાસવીને તેનો ફેલાવો કરવો.

સજીવ ખેતીના માધ્યમથી જમીનની ગુણવતા ઉપર ખાસ કામગીરી નું આયોજન રાખેલ છે. જેમાં જમીન પાણીનું પૃથ્થકરણ, વર્મી કંપોસ્ટ યુનિટ, બાયોગેસ, લીલો પડવાસ, વિસ્તારના ખેડૂતો ખાતર અને દવાની બાબતમાં મહદઅંશે સ્વાવલંબી બને એ માટે કઈ રીતે જાતે દવા-ખાતર બનાવીને પોતાનો ખેતી ખર્ચ ઘટાડી શકે એ દિશામાં દરેક ગામમાં એક મોડેલ ફાર્મ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત બજારમાંથી લેવા પડતાં જૈવિક રસાયણોમાં ખેડૂતો અપનાવી શકે એ માટે પણ મદદ કરવામાં આવશે. આ ઉપરાંત જૈવિક ખાતરોનાં ઉત્પાદક એકમો ગામ લેવલે ઊભા થાય અને લોકો ત્યાંથી મેળવતા થાય એ દિશામાં ગૌ શાળાઓના માધ્યમથી આગળ વધવાનું આયોજન છે.

આ ઉપરાંત સજીવ ખેતી કરતાં ખેડૂતો માટે માર્કેટિંગ સપોર્ટ તથા પશુપાલન ઉપર પણ કામ નું આયોજન 8.

ઉપરોક્ત પ્રોજેક્ટનું તા.29 માર્ચ 2025 ના રોજ શુભારંભ કાર્યક્રમ કેશોદ તાલુકાના ગામોના સરપંચો, ખેડૂતો, મહિલા ખેડૂતો તેમજ માંગરોળ તાલુકાના અનુભવી ખેડૂતોની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટનો શુભારંભકાર્યક્રમ ખૂબ સરસ રીતે કરવામાં આવેલો.

કાર્યક્રમનું એકરીંગ રમેશભાઈ રાઠોડ-વિષય નિષ્ણાંત- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા કરીને કાર્યક્રમને સવિશેષ બનાવેલ. તેમજ અંબુજા ફાઉન્ડેશન કેશોદ ટીમની વિશેષ મહેનત અને કેશોદ તથા માંગરોળ તાલુકાના ખેડૂતો તેમજ સરપંચો ની ઉપસ્થતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!