હારીજ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ,ક્રિકેટ રશિકોમાં અનેરો ઉત્સાહ..

હારીજ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ,ક્રિકેટ રશિકોમાં અનેરો ઉત્સાહ..
Spread the love

હારીજ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ,ક્રિકેટ રશિકોમાં અનેરો ઉત્સાહ..

હારીજ ખાતે બે માસ સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ 200 ટિમો ભાગ લેશે…

પાટણ જીલ્લાના હારીજ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરાયો છૅ. ત્યારે શ્રી કાલિકા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો એપીએમસી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાતા ક્રિકેટ રશિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યકમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા જલિયાણ ગ્રૂપના મિતેશભાઈ ઠક્કરના વરદ હસ્તે રીબીન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છૅ.


પ્રથમ મેચ મનવરપુરા ઇલેવન,તથા જય પરશુરામ ઇલેવન વચ્ચેના જંગમાં પરશુરામ ઇલેવન ટિમ વિજયી બની હતી.ત્યારે વિજેતા ખેલાડીઓ અને ટીમને આશ્વાશન ઇનામો સહીત કપ આપવામાં આવ્યા હતા.આશરે બે માસ સુધી આ યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ 200 ટિમો ભાગ લેશે તેવું જાણવા મળ્યું છૅ. ત્યારે સમગ્ર વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ માં અનેરો આનંદ જોવા મળ્યો હતો.


આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત દરેક વિજેતા ટીમ તથા ખેલાડીઓને આયોજક દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે સાથેજ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મંગલ ઠાકોર તથા રાકેશ ઠાકોર દ્વારા કરાયું છૅ ત્યારે ક્રિકેટ પ્રેમીઓ એ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.અને હારીજ ખાતે નાઈટ ટુર્નામેન્ટનો પ્રારંભ થતાં ક્રિકેટ રશિકોમાં અનેરો આનંદ જોવા મળ્યો છૅ ત્યારે હારીજ શહેરમાં મોટી સંખ્યામાં લોકો પણ ક્રિકેટ જોઈ આનંદ લઇ બે માસ સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં ટિમો ભાગ લેશે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!