ઝઘડિયાના મુસાફરોને નવી બસો ક્યારે મળશે?

ઝઘડિયાના મુસાફરોને નવી બસો ક્યારે મળશે?
Spread the love

ઝઘડિયાના મુસાફરોને નવી બસો ક્યારે મળશે?

ખખડધજ બસોના કારણે મુસાફરો પરેશાન, રસ્તામાં બસો વારંવાર બંધ પડી જતી હોવાનો આક્ષેપ

ઝઘડિયા એસટી ડેપો નો વહીવટ છેલ્લા કેટલા સમયથી એસટી બસોની માફક ખખડધજ રહ્યો છે, મન ફાવે તે મુજબ ગામડાઓના રૂટો કાપી દેવામાં આવતા હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. ઝઘડિયા એસટી ડેપોમાંથી દોડતી એસટી બસો પણ તદ્દન ખખડધજ હાલતમાં હોવા પછી પણ તેનો નિયમિત સમારકામ થતું ન હોવાનું એસટીના ચાલકો જણાવી રહ્યા છે, રોજિંદા ઝઘડિયા ડેપો ની એસટી બસોને ધક્કા મારવાનો વાળો આવે છે અથવા રોડ પર દોડાવાયેલી બસને કોઈ કારણોસર ચાલી શકે એમ ન હોય તો રૂટ કાપી ડેપોમાં લાવી મૂકી દેવામાં આવે છે, સમયસર અને યોગ્ય સમારકામ નહીં થતું હોવાના કારણે એસટીના મુસાફરો વારંવાર એસટી રસ્તામાં જ બંધ પડી જવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે.
આજરોજ પણ ઝઘડિયા મુખ્ય બજારમાં એક એસ.ટી રસ્તા વચ્ચે જ બંધ પડી જતા મુસાફરોએ તથા વાહન ચાલકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. એસટી ડેપોમાં ચલાવવા ખાતર જ બસો દોડાવવામાં આવતી હોવાનું એસટી ડેપોના સંચાલન પરથી ફલિત થઈ રહ્યું છે. રેગ્યુલર ચાલતા કારંટા જેવા રૂટ પણ એસટી ડેપો સંચાલકો દ્વારા છેલ્લા કેટલા મહિનાઓથી બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે નિયમિત રાજપીપળા બોડેલી પાવાગઢ હાલોલ બાલાસિનોર જતા ઝઘડિયા તાલુકાના મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર ઝઘડિયા ડેપોની એસટી બસો નિયમિત સમારકામના અભાવે ખોરંભે પડતા વિદ્યાર્થીઓ નોકરીયાતો તેમજ ધંધાઅર્થે એસટી બસ નો ઉપયોગ કરતા મુસાફરોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ સત્વરે આવે તે ઇચ્છનીય છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!