કડકડતી ઠંડી વચ્ચે જામનગરમાં વરસાદી ઝાપટા

કડકડતી ઠંડી વચ્ચે જામનગરમાં વરસાદી ઝાપટા
Spread the love

કડકડતી ઠંડી વચ્ચે જામનગરમાં વરસાદી ઝાપટા

જામનગર શહેર અને જિલ્લામાં શનિવારે મોડી સાંજે એકાએક હવામાન પલટાયું હતું અને વરસાદી માવઠું થયું હતું, જેને લઈને ઠંડીમાં થોડો બદલાવ જોવા મળ્યો છે, અને ઠંડીનો પારો થોડો ઉપર ચડ્યો હોવાથી તેમજ પવનની તીવ્રતામાં ઘટાડો નોંધાયો હોવાથી ઠંડીમાં આંશીક રાહત જોવા મળી રહી છે.

જામનગર શહેર અને જિલ્લામાં શનિવારે સાંજે ૭.૦૦ વાગ્યા પછી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને રાત્રિના આઠ વાગ્યા આસપાસ ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો, અને માવઠું થયું હતું.

એકાદ કલાકના સમયગાળા દરમિયાન છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા હતા, જેને લઈને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી, અને લોકોમાં નાશ ભાગ થઈ હતી. જોકે રાત્રિના દસ વાગ્યા પછી વરસાદી છાંટા બંધ થયા હતા.

ત્યારબાદ આજે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો, અને ઠંડીનો પારો બે ડિગ્રી પરત કરીને ૧૫.૫ ડિગ્રીએ સ્થિર થયો હોવાથી ઠંડીમાં થોડી રાહત જોવા મળી હતી. સાથોસાથ પવનની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો હતો, અને પ્રતિ કલાકના ૨૦ કિમી ની ઝડપે પવન ફૂંકાયો હતો. જેથી પણ ઠંડીમાં રાહત અનુભવાઇ હતી.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૫.૫. ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે મહત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ કી.મી. ની ઝડપે રહી હતી.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!