જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વરસાદને લઈને મરચાંની જણસ પલળી

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વરસાદને લઈને મરચાંની જણસ પલળી
Spread the love

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વરસાદને લઈને મરચાંની જણસ પલળી

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં શનિવારે રાત્રે પડેલા કમોસમી વરસાદને લઈને ૫૦૦ ગુણી જેટલો મરચા નો જથ્થો પલળી ગયો છે. જોકે કપાસ સહિતની અન્ય આવક બંધ કરાઈ હોવાથી નુકસાની થતી અટકી છે.

હાપા માર્કેટિંગ યાર્ડમાં હવામાન ખાતાની આગાહીના પગલે કપાસ સહિતનો અન્ય જથ્થો સલામત ખસેડીને રાખ્યો હતો, ઉપરાંત અન્ય કેટલીક જણસ ને શેડની નીચે રાખવામાં આવી હતી, પરંતુ જૂનો ૫૦૦ ગુણી જેટલો મરચા નો જથ્થો ખુલામાં પડ્યો હતો, ઉપરાંત અન્ય કેટલીક પરચુરણ બારદાન સહિતની સામગ્રી ખુલ્લામાં પડેલી હતી, જેના પર વરસાદી છાંટા પડતાં નુકસાની થઈ છે. બાકીનો અન્ય જથ્થો હાપા યાર્ડના શેડની નીચે રાખેલો હોવાથી તેમાં કોઈ નુકસાની થઈ ન હતી.

આજે સવારથી ભીનો થયેલો મરચા નો જથ્થો તથા અન્ય બારદાન વગેરે ખસેડવાની કામગીરી ચાલી રહી છે, જયારે શનિવારથી બંધ કરાયેલી જણશોની આયાત ને આજે સવારે પુન: શરૂ કરવામાં આવી છે, અને નવી જણશ ની આવક થઈ રહી છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!