જામનગરમાં મહાત્મા ગાંધીના નિર્વાણ દિને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવતું કોંગ્રેસ

જામનગરમાં મહાત્મા ગાંધીના નિર્વાણ દિને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવતું કોંગ્રેસ
જામનગર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ૩૦મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે સુતરની આંટી પહેરાવી પૂજ્ય ગાંધી બાપુને યાદ કરવામાં આવ્યા હતા.કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહૂલ ગાંધી, કે જેઓએ ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે. ત્યારે તેમની યાત્રાના સમાપનને લઈને, ઉપરાંત પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિનને લઈને ચાંદી બજાર વિસ્તારમાં આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ કાર્યકરો દ્વારા સુતરની આંટી તેમજ ફૂલહાર કરાયા હતા. આ વેળાએ શહેર કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતા.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300