જામનગરમાં જુનિયર ક્લાર્કની ભરતી અંગેની પરીક્ષા પેપરલીક થતા હોબાળો

જામનગરમાં જુનિયર ક્લાર્કની ભરતી અંગેની પરીક્ષા પેપરલીક થતા હોબાળો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર હતી, જામનગરમાં 26 હજારથી વધુ યુવાઓ પરીક્ષા આપવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ પેપર લીક થવાના મામલે પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓએ ઓબાડો મચાવ્યો હતો અને એસટી ડેપો પર આક્રોશભેર સૂત્રોચાર કર્યા હતા. પોલીસ તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્ર પર સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે રવિવારે પરીક્ષા લેવામાટે આયોજન કરાયું હતું. જામનગર માં 26,882 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમને માટે 80 સેન્ટરોમાં 897 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગર જિલ્લ પંચાયતમાં 31 જગ્યા ખાલી છે. જે અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બેઠક યોજી 17 ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે.
દરમિયાન સમગ્ર ગુજરાત ભરમાં યોજાયેલી આ પરીક્ષાનું પેપર લીક થવાના મામલે એકાએક પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી, જેથી અનેક પરીક્ષાર્થીઓને ધરમ ધક્કો થયો હતો, અને આક્રોશ જોવા મળી રહ્યો હતો.જામનગરના એસ.ટી. ડેપો પર એકત્ર થયેલા પરીક્ષાર્થીઓ કે જેઓ પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન તેઓએ ભારે આક્રોશભેર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
જામનગર શહેરના તમામ પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે તમામ પરીક્ષા કેન્દ્રના દ્વારે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અનેક પરીક્ષાર્થીઓએ પેપર લીક થવાના કારણે પરીક્ષા આપી શક્યા ન હતા, અને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો હતો.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300