જામનગર : જામજોધપુર નજીક ટેમ્પો ની ઠોકરે બાઈક ચાલક યુવાનનો ભોગ

જામનગર : જામજોધપુર નજીક ટેમ્પો ની ઠોકરે બાઈક ચાલક યુવાનનો ભોગ
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં અકસ્માતો ની હારમાળા અવિરત ચાલુ રહી છે. ગઈકાલે એક ટેમ્પો અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક યુવાનનો ભોગ લેવાયો છે, જ્યારે પાછળ બેઠેલી મહિલાને ઈજા થઈ છે. જે મામલે જામજોધપુર પોલીસ તપાસ ચલાવે છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ ઉપલેટા ના વતની હીરાભાઈ પોલાભાઈ રબારી પોતાનું બાઈક લઈને પાછળ જાશીબેન નામની મહિલાને બેસાડીને જામજોધપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન ગીંગણેશ્વર મહાદેવ મંદિર રોડ પર સામેથી પૂરપાટ વેગે આવી રહેલા એક ટેમ્પોના ચાલકે બાઈક ને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકના ચાલક હીરાભાઈનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે પાછળ બેઠેલા જાશીબેનને ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં જામજોધપુરનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300