જામનગર: ૩૭ વીજ ટુકડીઓ સાથે શહેર માં વીજ ચેકીંગ

જામનગર: ૩૭ વીજ ટુકડીઓ સાથે શહેર માં વીજ ચેકીંગ
Spread the love

જામનગર: ૩૭ વીજ ટુકડીઓ સાથે શહેર માં વીજ ચેકીંગ

જામનગર શહેરમાં એક અઠવાડિયા વિરામ પછી વિજ તંત્ર ફરીથી દોડતું થયું છે અને શહેરના કાલાવડ નાકા બહાર ની જુદી જુદી સોસાયટીના એરિયામાં તેમજ ગુલાબ નગર સહિતના વિસ્તારમાં ૩૭ જેટલી વિજ ચેકિંગ ટુકડીને દોડતી કરાવાઇ છે, અને મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવવ્યું છે. જેને લઈને વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા દરબારગઢ સબ ડિવિઝન, સીટી-૧ સબ ડિવિઝન, કાલાવડ ગેઇટ અને નગરસીમ સબ ડિવિઝન તથા સીટી -૨ ડિવિઝન હેઠળની કુલ ૩૭ ચેકિંગ ટુકડીને પખવાડિયાના વિરામ પછી આજે ફરીથી દોડતી કરાવવામાં આવી છે. જેની મદદ માટે ૧૩ એસઆરપીના જવાનો, ૨૪ લોકલ પોલીસ, ૦૮ નિવૃત્ત આર્મીમેન અને ત્રણ વિડીયોગ્રાફરની મદદ લેવામાં આવી રહી છે.જામનગર શહેરના ખાસ કરીને જેલ રોડ, રઝાનગર, રવિ પાર્ક, ગુલાબ નગર, સનસીટી અને કાલાવડ ગેઇટ બહારની તમામ સોસાયટીઓમાં મોટાપાયે વિજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

 

રિપોર્ટ : કપિલ મેઠવાણી જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!