જામનગર શહેરમાં માઁ ખોડલનો ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરાઈ.

જામનગર શહેરમાં માઁ ખોડલનો ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરાઈ.
જામનગરના ખોડલ ગ્રીન્સમાં શ્રી ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવસનું આયોજન કરાયું હતું. અને રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલનું રક્તતુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનું ૧૯૨ થી વધુમી વખત રક્તતુલા કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં અગાઉ પણ ઘણી વખત ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની રક્તતુલા થઈ ચૂકી છે. ત્યારે ફરી વખત શ્રી ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા ત્રિ- દિવસીય મહોત્સવ દરમિયાન રક્તતુલના કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં ખોડલ ગ્રીન્સમાં ખોડલ માતાજીના ત્રિ દિવસીય મહોત્સવનો તારીખ ૨૭.૧.૨૦૨૩ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો, અને તારીખ ૨૯.૧.૨૦૨૩ ના રોજ પૂર્ણાહુતિ થઈ હતી. ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીગણેશ પૂજા, પુગ્મહુવાચન, માતાજીનું સામૈયુ, ગ્રહ હોમ, જલા દિવાસ, ધાન્યા દિવાસ, સ્નપન, સય ધિવાસ, સાંચ પૂજન, રક્તતુલા, આરતી, મહાપ્રસાદ, ગણેશાદિ સ્થાપિત, દેવોનું પ્રાત પૂજન, પ્રતિષ્ઠા વિધિ, કળશ-ધજા, મહાપુજા, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300