જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીમાં 2.49 કરોડના વિકાસ કામોને લીલીઝંડી

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીમાં 2.49 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
Spread the love

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીમાં 2.49 કરોડના વિકાસ કામોને લીલીઝંડી

જામનગર મહાનગર પાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રૂપિયા બે કરોડ 49 લાખ ના વિવિધ ખર્ચાઓ ને બહાલી આપવા માં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની ટસ્ટેન્ડીંગ કમિટી ની બેઠક આજે ચેરમેન મનીષ કટારીયા ના અધ્યક્ષાને મળી હતી. જેમાં નવ સભ્યો ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરી , ડેપ્યુટી મેયર તપન પરમાર , કમિશનર વિજયકુમાર ખરાડી સહિતના ઓ ઉપસ્થિત રહ્યા હતા.ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ 1949 અન્વયે ધડવા માં આવેલ પેટા કાયદાને મંજૂરી આપવા માટેની દરખાસ્ત કમિશનર દ્વારા રજૂ કરવા.માં આવી હતી. જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી ભલામણ સાથે સામાન્ય સભામાં મોકલી આપી હતી .સોલિડ વેસ્ટ શાખા ના ઉપરાંત ઉપયોગ માટે 3000 નંગ સળિયા ખરીદવા માટે રૂ. 8 લાખ 70 હજાર નો ખર્ચ મંજૂર કરાયો હતો. આ ઉપરાંત સોલીડ શાખા માટે ડીસલટિંગ ગ્રેબ મશીન ખરીદવા રૂ .10 લાખ 90 હજાર નું ખર્ચ મંજુર કરાયુ હતું. જ્યારે ભૂગર્ભ ગટર ના કામ.અન્વયે વોર્ડ નંબર 16 અને 17 માં સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશન માટે રૂ. 7 લાખ અને વોર્ડ નંબર 10 અને 11 માટે 7 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવા માં આવી હતી. શહેરમાં 14 સ્થળોએ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે વોર્ડ નંબર 5,9,13 અને 14 માં સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્ક્સ ના કામ માટે રૂપિયા પાંચ લાખના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.વોર્ડ નંબર 4 અને 12 માં સ્ટ્રીટ લાઈટના કામ માટે રૂપિયા 13.39 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. વિવિધ શાખાઓ માટે કોમ્પ્યુટર સ્ટેશનરી અને ક્ધઝ્યુએબલ આઈટમ ખરીદવા માટે રૂ. 6 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવા માં આવી હતી.કેબલ ટીવી મનોરંજન કર અને વ્યવસાય વેરા ના કામ અંતર્ગત રૂ. 1 કરોડ 13 લાખના કામો નો સૈદ્ધાંતિક સ્વીકાર કરવા માં આવ્યો હતો. જ્યારે વોટર વર્ક્સ વિભાગ માટે સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશન ,પાઈલ લાઇન નેટવર્ક ના કામ અન્વયે વિવિધ ખર્ચ ને મંજૂરી આપાઈ હતી.જેમાં મહાપ્રભુજી બેઠક ઝોન માટે રૂ. 2.10 લાખ, શંકર ટેકરી ઝોન માટે રૂ. 4.23 લાખ, ગોકુલ નગર ઝોન માટે 1.05 લાખ, રવિ પાર્ક ઝોન માટે 3.33 લાખ, ગુલાબ નગર ઝોન માટે રૂ. 5.96 લાખ, જામ નું ડેરુ પાબારી ઝોન માટે રૂ. 1.26 લાખ , રણજિત સાગર ઝોન માટે રૂ. 1.67 લાખ, અને પવનચક્કી ઝોન માટે રૂ. 3.67 લાખ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.નવી ટીપી ડીપી સ્કીમ બનાવવા માટે ટોટલ સ્ટેશન સર્વે અને ડિમર્કેશનની કામગીરી માટે વધારાના રૂપિયા 50 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!