જામનગર ની સિંધુ સેવા ટ્રસ્ટ ખાતે NCPCL ની પરીક્ષા યોજાઈ

જામનગર ની સિંધુ સેવા ટ્રસ્ટ ખાતે NCPCL ની પરીક્ષા યોજાઈ
ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતી સિંધી ભાષા ના વિકાસ પદે પ્રાધાન્ય આપવા યોજાતી આ સ્પર્ધાત્મક પરીક્ષા આ વર્ષે પણ જામનગર સહિત ભારતભર માં યોજાઈ જેમાં તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૩ ના જામનગર ના રામેશ્વર ખાતે આવેલા સિંધુ સેવા ટ્રસ્ટ ની શાળા ખાતેઆ પરીક્ષા નું આયોજન કરાયું હતું. જેમાં ૧૦૦ જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો.
આ પરીક્ષા ના આયોજન તકે બોર્ડ દ્વારા વડોદરા થી સુપર વાઈઝરો ની ટીમ આવી પહોંચી હતી સમગ્ર પરીક્ષા ની સંચાલન મુખ્ય ટીમ ના માર્ગદર્શન હેઠળ ભાગરૂપે કલ્પના ટહેલરામાણી,દ્રોપદી સંતાણી,ખુશી સંતાણી,જયશ્રી ભોજવાણી,પ્રિયા ચાવલા, સંધ્યા કાંજાણી, પુષ્પા નાનવાણી સહિત ની ટીમ દ્વારા જોડાઈ સહયોગી બની પરીક્ષા નું સંચાલન કરવામાં આવ્યું હતું, પરીક્ષા ના પૂર્વે સમાજ ના આગેવાનો અને સિંધુ સેવા ટ્રસ્ટ ના હોદેદારો તેમજ ફરજ પર ની ટીમ દ્વારા સરસ્વતી વંદના બાદ પરીક્ષા ને શરૂ કરવામાં આવી હતી.
દિલ્હી બોર્ડ દ્વારા યોજાતી આ પરીક્ષા માં ત્રણ જાતના જુદા જુદા કોર્ષ પર આ પરીક્ષા લેવાય છે જેમાં સર્ટિફિકેટ કોર્ષ, એડવાન્સ કોર્ષ અને ડિપ્લોમા કોર્ષ નો સમાવેશ થાય છે જેમાં સ્પર્ધકો દેવનાગરી લિપિ અને અરબી સિંધી લિપિ માં એક બે લિપિ સાથે આ પરીક્ષા આપી શકે છે.
આ તકે સિંધી સમાજ ના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી,ધનરાજ મંગવાણી,મોતીભાઈ માખેજા, સમાજ ના યુવા તરવૈયા કપિલ મેઠવાણી તેમજ સૂરજ ટહેલરામાણી સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300