જામનગર : મંજૂરી વિના જાહેર રાજકીય સભા યોજવા સબબ કેસમાં હાર્દિક પટેલ અદાલતમાં હાજર થયા

જામનગર : મંજૂરી વિના જાહેર રાજકીય સભા યોજવા સબબ કેસમાં હાર્દિક પટેલ અદાલતમાં હાજર થયા
જામનગર તાલુકાના ધુતારપર ધુળસીયા ગામમાં ૨૦૧૭ ની સાલમાં મંજૂરી વિના રાજકીય સભા યોજવા મામલે ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં આજે તારીખ હોવાથી ધારાસભ્ય હાર્દિક પટેલ અદાલત સમક્ષ હાજર થયા હતા.
૨૦૧૭ ની સાલમાં ધુતારપર-ધુળસીયા ગામમાં એક શાળામાં શૈક્ષણિક સભાની મંજૂરી લેવામાં આવી હતી. જે સભામાં હાર્દિક પટેલે પાટીદાર નેતા તરીકે હાજર રહ્યા પછી રાજકીય સભા અને સંબોધી હતી. જે મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, અને અદાલતમાં ચાર્જસીટ કરાયું હતું.
દરમિયાન આજે અદાલતની તારીખ હોવાથી ધારાસભ્ય હાર્દિક પટેલ જામનાગરની અદાલત સમક્ષ હાજર થયા હતા. આ વેળાએ તેઓ સાથે એડવોકેટ દિનેશ વિરાણી,રશીદ ખીરા, મોસિન ગોરી પણ જોડાયા હતા.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300