ફિલ્મીઢબે પીછો કરી પાનોલી ગામના રહેમત નગરમાંથી 19 પશુઓ મુક્ત કરાવ્યા

ફિલ્મીઢબે પીછો કરી પાનોલી ગામના રહેમત નગરમાંથી 19 પશુઓ મુક્ત કરાવ્યા
પાનોલી પોલીસે હથુરણ-પાનોલી રોડ ઉપર ગૌ વંશ ભરેલ પિકઅપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી પાનોલી ગામના રહેમત નગરમાંથી મળી કુલ 19 પશુઓ મુક્ત કરાવી તપાસ હાથ ધરી છે.
પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હથુરણથી પાનોલી તરફ ગાયો ભરી પીકઅપ ગાડી નંબર-જી.જે.05.બી.એક્સ.7372 જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે હથુરણ-પાનોલી રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ચાલકે પુરપાટ ઝડપે ગાડી હંકારી મૂકી હતી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા ચાલકે પાનોલી ગામના રહેમત નગરમાં આવેલ રહેણાંક મકાન પાસે મૂકી ફરાર થઇ ગયો હતો.
પોલીસ અને ગૌ રક્ષકો મકાન પાસે અને પિકઅપ ગાડીમાં મળી કુલ 19 પશુઓને મુક્ત કરાવ્યા હતા અને કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રહેમત નગરમાં રહેતો સોયબ મહમંદ દીનીયાત સહિત બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300