ભરૂચના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલી 70 હજાર દારૂની બોટલનો નાશ કરાયો

ભરૂચના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલી 70 હજાર દારૂની બોટલનો નાશ કરાયો
ભરૂચ, જંબુસર અને રેલવે ડિવિઝનમાં સમાવિષ્ટ એ,બી,સી ડિવિઝન પોલીસ મથક. ભરૂચ તાલુકા, વાગરા, જંબુસર, આમોદ, દહેજ, વેડચ, નબીપુર, કાવી, ભરૂચ રેલવે સહિતના પોલીસ સ્ટેશનમાં વર્ષ દરમિયાન ઝડપાયેલા સાડા ત્રણ કરોડ રૂપિયાના દારૂનો આજે નાશ કરાયો હતો.
દારૂના મુદામાલના નિકાલ માટે ડીવાયએસપી, કોર્ટ અને પ્રોહીબિશન એક્સાઇઝ દ્વારા મંજૂરી મળતા આજે સોમવારે નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.ભરૂચ પ્રાંત અધિકારી, ડીવાયએસપી, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ત્રણેય ડિવિઝનના પોલીસ મથકોમાં વર્ષ દરમિયાન ઝડપાયેલો દારૂનો જથ્થો ચાવજ રોડ ઉપર આવેલી બંધ કંપની ખાતે લવાયો હતો.ચાવજની વિડીયોકોન કંપનીના માર્ગ ઉપર 70 હજારથી વધુ દારૂની બોટલો પાથરી તેના ઉપર રોલર ફેરવી દેવાયું હતું. તંત્ર દ્વારા કુલ રૂપિયા 3.50 કરોડથી વધુના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300