ચાસવડ ડેરીની સ્થાપનાને ૬૧ વર્ષ થતાં હિરક જયંતિની ઉજવણી કરાઇ

ચાસવડ ડેરીની સ્થાપનાને ૬૧ વર્ષ થતાં હિરક જયંતિની ઉજવણી કરાઇ
Spread the love

* ચાસવડ ડેરીની સ્થાપનાને ૬૧ વર્ષ થતાં હિરક જયંતિની ઉજવણી કરાઇ

* ૧૯૯૨ સભાસદોને ગિફ્ટનું વિતરણ કરાયું

* પ્લાન્ટ મેનેજર રાજુભાઇ પટેલને વયનિવૃત થતાં વિદાય અપાઇ

નેત્રંગ : પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ-વાલીયા તાલુકામાં વસવાટ કરતી પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ દુધ મંડળીની સ્થાપનાને ૬૧ વર્ષ પુણઁ થતાં હિરક જ્યંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવાએ જણાવું હતું કે,ચાસવડ ડેરી તમામ સભાસદોમાં માટે આશિવૉદરૂપ છે.ગરીબ પરીવારનું ઘરગુજરાન ચાસવડ ડેરી ઉપર નિભઁર રહે છે.ચારવડ ડેરીની સ્થાપનાથી લઇને અત્યાર સુધી જે કોઇએ ડેરના વિકાસમાં ફાળો આપ્યો છે તે તમામનો આભાર માનું છું.ચાસવડ ડેરીના તમામ સભાસદોના અને સંસ્થાના હિત માટે જે કંઈ પણ કામગીરી કરવી પડશે તે માટે પ્રયત્નો કરવામાં આવશે.જ્યારે ચાસવડ ડેરીમાં પ્લાન્ટ મેનેજર તરીકે ૩૩ વષઁ ફરજ બજાવનાર રાજુભાઇ પટેલ વયનિવૃત થતાં વિદાય અપાઇ આપવામાં આવી હતી.૧૯૯૨ તમામ સભાસદોને ગિફ્ટનું વિતરણ કરાયું હતું.જે દરમિયાન ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવા,ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા,મેનેજર સુરેશભાઈ પટેલ,ડેરીના આગેવાનો સંજય ભગત,મનહરભાઇ પટેલ મોટી સંખ્યામાં સભાસદ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!