વાર્ષિક રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

વાર્ષિક રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજ આણંદ માં વાર્ષિક રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં કોલેજના દરેક ડિપાર્ટમેન્ટ નાવિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો ઉચી કુદ , લાંબી કૂદ , દોડ, બરછી ફેંક , ગોળા ફેંક , વગેરે જેવી અનેક રમતો માં વિદ્યાર્થીઓ એ પોતાનું કવશલ્ય બતાવ્યું હતું કોલેજ ના આચાર્ય ડૉ આર ડી મોદી સાહેબે ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડી લીલી જંડી બતાવી હતી વિજેતા ખેલાડીઓને માં પ્રથમ , દ્રિતીય , તૃતીય નબર આપી મેડલ તથા સર્ટિફિકેટ આપી ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા કોલેજના બીકોમ બીબીએ ,ગ્રાન્ટિનેટ વિભાગ ચેમ્પિયન બન્યો હતો તથા બીકોમ એમકોમ એસ એફ વિભાગ રનર્સ અપ બન્યો હતો અધ્યાપકોએ પણ ખુબ આનંદ માણ્યો હતો મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ ભીખાભાઈ પટેલ સાહેબ દરેક ખેલાડીઓ ને ધન્યવાદ પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ફિઝિકલ ઇન્સ્ટેક્ટર રિતેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300