સમસ્ત બ્રહ્મસમાજ સરગાસણ દ્વારા આયજિત દર મહિનાના છેલ્લા સોમવારે ભગવાન શ્રી પરશુરામજી ની અવિરત આરતી

આજ રોજ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સરગાસણ દ્વારા આયજિત દર મહિનાના છેલ્લા સોમવારે ભગવાન શ્રી પરશુરામજી ની અવિરત આરતી માં સરગાસણ બ્રહ્મસમાજ નાં ભૂદેવો તેમજ ગાંધીનગર માંથી અન્ય વિસ્તાર માંથી ભૂદેવો દ્વારા ઘણી મોટી સંખ્યા માં હાજરી આપી બ્રહ્મસમાજ ને બળ આપવા માટે સફળ પ્રયાસ કર્યો હતો.
આ આરતી માં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર નાં પ્રમુખશ્રી નરેશભાઈ દવે, યુવાપ્રમુખ- ક્રિષ્ના જાની, યુવામહામંત્રી- તુષાર રાવલ, તેમજ તકેદારી આયોગ નાં ડિરેક્ટર શ્રી કેતનભાઈ જોશી દ્વારા પ્રેરક ઉપસ્થિતિ આપી ભગવાન શ્રી પરશુરામજી આરતી લાભ લીધો હતો.
આ આરતી માં માનનીય નરેશભાઈ દવે પોતાના ઉદ્બોધન માં બ્રહ્મ સમાજ માં એકતા વધે તેવી વાત કરી સરગાસણ શાખા કામગીરી બિરદાવી હતી.
વધુમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સરગાસણ ભૂદેવો દ્વારા આગામી ૫/૨/૨૩ નાં સેકટર-૧૬ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવ/જનોઈ નાં કાર્યક્રમ માટે ઉદાર હાથે સરગાસણ નાં ભૂદેવો દ્વારા લગભગ ૨૧૦૦૦/- ઉપર ખુલ્લા રહદયે દાન જાહેર કર્યું.
ભગવાન શ્રી પરશુરામજી દરેક ભૂદેવો માં ભાવ પ્રેમ અને એકતા અર્પે તેવી લાગણી સાથે સદર આરતી તેમજ માસિક મિલન નો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.
લિ.
પ્રમુખ:- વિપુલ ઠાકર
મહામંત્રી:- સુખદેવભાઈ દવે
મહિલાપ્રમુખ:- વર્ષાબહેન શુકલ
યુવાપ્રમુખ:- સ્મિત વ્યાસ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300