વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૨૦૬૩ કરોડની જોગવાઇ
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૨૦૬૩ કરોડની જોગવાઇ
વિકાસની સાથે પર્યાવરણના જતન માટે વનોનું રક્ષણ અને સંવર્ધન જરૂરી છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને જતન માટે રાજયે નોંધપાત્ર કામગીરી કરેલ છે. છેલ્લી ગણતરી મુજબ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય તેમજ બૃહદ ગીર વિસ્તારમાં એશિયાઇ સિંહની સંખ્યા ૫૨૩ થી વધીને ૬૭૪ નોંધાયેલ છે, જે વિશ્વ કક્ષાએ આરક્ષિત પ્રજાતિઓના સંરક્ષણ ક્ષેત્રે એક વિક્રમ સમાન છે.
• વનોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટે `૫૧૨ કરોડની જોગવાઇ.
• વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણ માટે `૩૫૩ કરોડની જોગવાઇ.
• વન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસ માટે `૩૧૭ કરોડની જોગવાઇ.
• વળતર વનીકરણ તથા અન્ય વન વિકાસની કામગીરીઓ માટે `૨૦૪ કરોડની જોગવાઈ
• હરિત વસુંધરા પ્રોજેકટ, પાવન વૃક્ષ વાટીકા અને વૃક્ષોનું આવરણ વધારવાની વિવિધ યોજનાઓ માટે `૪૦ કરોડની જોગવાઇ.
• ગીર વિસ્તારના સંકલિત વિકાસના આયોજનના ભાગરૂપે ગીર અભયારણ્ય તેમજ વધુ બે લાયન સફારીનો વિકાસ કરવા માટે `૨૭ કરોડની જોગવાઇ.
• લોકોમાં વન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ લોકસમુદાયને તેમાં સક્રિય રીતે જોડવા માટે મિયાવાકી પદ્ધતિથી ૭૫ અર્બન ફોરેસ્ટ(વન કવચ)ના નિર્માણ માટે ` ૨૦ કરોડની જોગવાઇ.
• દરિયાઇ સૃષ્ટિના સંવર્ધન, વાવાઝોડા સામે રક્ષણ અને દરિયાઇ કાંઠાના ધોવાણ અટકાવવા માટે કેન્દ્ર સરકારે મિષ્ટી કાર્યક્રમ હાથ ધરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત દરિયાકાઠાં પર ચેર વાવેતર અને પુનઃસ્થાપન માટે `૧૧ કરોડની જોગવાઈ.
• ઘાસ સંગ્રહ વધારવા માટે ઘાસ ગોડાઉન બાંધકામ યોજના હેઠળ `૮ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારોમાં લોકોની આવક વધારવા તેમજ વનક્ષેત્રમાં વૃદ્ધિ કરવા એગ્રો ફોરેસ્ટ્રીને ખાસ ઉત્તેજન આપવા માટે `૮ કરોડની જોગવાઇ.
• ‘Mission LiFE’ અંતર્ગત પર્યાવરણ ક્ષેત્રમાં તાલીમ અને માનવ સંસાધન વિકાસ હાથ ધરવા તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવા `૬ કરોડની જોગવાઈ.
• અમૃત ધરોહરો–જળ પ્લાવિત વિસ્તારો ગુજરાતના પર્યાવરણમાં અનેરું સ્થાન ધરાવે છે. ગુજરાત વિશ્વ કક્ષાએ સ્વીકૃતિ મેળવેલ ચાર રામસર સ્થળો ધરાવે છે. આ ધરોહરની જાળવણી અને વિકાસ માટે `૧ કરોડની જોગવાઇ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300