નીયો ડાયગ્નોસ્ટીકસ દ્વારા “વુમન્સ ડે” નિમિત્તે રાહત દરે લેબોરેટરી સેવા
રાજકોટની પ્રખ્યાત રાજનગર ચોકમાં એમ્બીશન+ બીલ્ડીંગમાં નીયો ડાયગ્નોસ્ટીકસ લેબોરેટરી – પેથોલોજી વિભાગના ડો.છાયા કોટેચા, ડો.ઘટના કથીરિયા અને ડો.મીરા ઠોરીયા દ્વારા “વુમન્સ ડે” નિમિત્તે તા. 8/3/2023 થી 15/3/2023 સુધી રાહત દરે લેબોરેટરી સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ સમગ્ર સપ્તાહ દરમ્યાન લોહીના ટકા, સહિત કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, વિટામીન બી-12, કેલ્શીયમ, લીપીડ પ્રોફાઈલ, ડાયાબિટીસ માટે રેન્ડમ બ્લડ સ્યુગર અને યુરીનની તપાસ સહિતના બધા ટેસ્ટ ₹૨૦૦૦ ના બદલે રાહત દરે ₹800 માં કરી આપવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન ફોન નંબર : 9313997220 પર ફોન કરવાથી હોમ કલેક્શન દ્વારા કે એમ્બીશન+ માં પહેલા માળે નીયો ડાયગ્નોસ્ટીકસ માં રૂબરૂ જઈ ટેસ્ટ કરાવી શકાશે. નીયો ડાયગ્નોસ્ટીકસ ની યાદીમાં જણાવ્યા મુજબ ઉપરોક્ત ટેસ્ટ માટે વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.