ખાણ ખનીજ અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી
ખાણ ખનીજ અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી
જિલ્લામાં જુદાં-જુદાં સ્થળો પરથી સાદી રેતી ખનીજ ભરેલા અટકાવવામાં આવ્યા
રોયલ્ટી પાસનો દૂર ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું વહન કરતા વાહનો જડપી પાડવામાં આવ્યા
અમરેલી : તાજેતરમાં ખાણ ખનીજ અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી દરમિયાન અમરેલી તાલુકાના લાપાળીયા ગામ પાસેથી ડમ્પર નંબર GJ-09-z-1377 માં સાદી રેતી ખનીજ ભરેલું અટકાવવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર જિલ્લાની લીઝના રોયલ્ટી પાસનો દૂર ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું વહન કરતા એક ડમ્પરને જડપી લઇ રુ. ૦૮ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જે કામમાં વપરાયેલ પાસની ઉંડાણપૂર્વક તપાસ માટે ભૂસ્તરશાસ્ત્રી ,ભાવનગરને જાણ કરવામાં આવી છે.
તા.૫ માર્ચ,૨૩ ના રોજ ખાણ ખનીજ વિભાગ અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી દરમિયાન અમરેલીથી સાવરકુંડલા રોડ પાસેથી ડમ્પર નંબર GJ-02-y-6846માં સાદી રેતી ખનીજ ભરેલું હતું તે અટકાવવામાં આવ્યું, જેમાં તપાસ કરતા બોટાદ જિલ્લાની લીઝના રોયલ્ટી પાસનો દૂર ઉપયોગ કર્યાં બાબતની શંકા ના આધારે પાસની ઉંડાણપૂર્વક તપાસ માટે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, બોટાદને જાણ કરવામાં આવી છે. તા.૫ માર્ચ,૨૩ ના રોજ સાવરકુંડલા તાલુકાના ધાંડલા ગામેથી સાદી રેતી ખનીજની ચોરી કરતા એક ટ્રેક્ટરને પકડવામાં આવ્યું છે, જેમાં બિનઅધિકૃત સાદી રેતી ખનીજ અને ટ્રેક્ટર સહિત રુ. ૩ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તા.૬ માર્ચ,૨૩ના રોજ ખાણ ખનીજ અમરેલીની તપાસ ટીમ દ્વારા રોડ ચેકીંગ દરમિયાન બગસરા તાલુકાના બગસરા-ધારી રોડ પર શેત્રુંજી નદીમાંથી સાદી રેતી ખનીજ ગેરકાયદેસર ભરી વહન કરી રહેલ એક ટ્રેક્ટર પકડવામાં આવ્યું છે ત્યારબાદ શેત્રુંજી નદીમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ટીમ દ્વારા રેતી ખનિજ અને ટ્રેક્ટર સહિત રુ.૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300