ભરૂચ : હોળી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

ભરૂચ : હોળી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા હોળી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા શ્રવણ ચોકડી ખાતે ચાલતા આત્મનિર્ભર સિવણ ક્લાસમાં રંગોનો ઉત્સવ હોળી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. સંસ્કૃતિ ટ્રસ્ટ પરિવારની બહેનોએ સિવણ ક્લાસ કરતી બહેનોને ગુલાબના ફુલો આપી સન્માનિત કર્યા હતા, ત્યારબાદ સૌ બહેનોએ ભેગા મળીને તિલક કરી ફૂલોથી હોળી રમીને આનંદ ઉલ્લાસ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા ઉદબોધન કરી કહેવામાં આવ્યું હતુ કે બહેનો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી આત્મનિર્ભર બને તેમજ સમાજમાં ગર્વભેર જીવન જીવી શકે માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. તે અંર્તગત શ્રવણ ચોકડી પર આવેલ ધનશ્રી કોપ્મ્લેક્ષ ખાતે સિવણ ક્લાસ શરૂ કરવામાં આવેલ છે, આ ત્રિ-માસીક કોર્ષ પૂરો કર્યા બાદ તે બહેનો રોજગાર મેળવી અને પોતાનું ગુજરાન ચાલાવી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી બહેનો સમાજમાં સમ્માનિત થઈ આત્મનિર્ભર બની શકે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300