લ્યો બોલો……રાજ્ય સરકારે જાહેરાત કરી પરંતુ અંબાજી મંદિર પ્રસાદ કેન્દ્ર પર ચીકી જ મળી રહી છે

લ્યો બોલો……રાજ્ય સરકારે જાહેરાત કરી પરંતુ અંબાજી મંદિર પ્રસાદ કેન્દ્ર પર ચીકી જ મળી રહી છે
Spread the love

રાજ્ય સરકારે જાહેરાત કરી પણ અંબાજી મંદિર પ્રસાદ કેન્દ્ર પર ચીકી જ મળી રહી છે

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. 11 દિવસ બાદ અંબાજી મંદિરમાં મોહનથાળ શરૂ કરવામાં આવેલ છે. બપોરે માતાજીને થાળ મા ભોગ ધરાવ્યા બાદ અંબાજી ભટ્ટજી મહારાજની ગાદીમા ભક્તો લાઈનમાં પ્રસાદ લેતા જોવા મળી રહ્યા છે. અંબાજી મંદિરના પરિસરમાં આવતા ભક્તો અંબાજી મંદિરની ભટ્ટજી મહારાજની ગાદીમાં જઈને પ્રસાદ લેતાં ખુશી અનુભવતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં હાલમાં તો વિવાદ શાંત થઈ ગયો છે. દાંતા રાજ પરિવારના રાજવી પરમવીરસિંહ પણ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને મંદિરના શિખર ઉપર ધજા પણ ચઢાવી હતી.
રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવા છતાં પણ 24 કલાક ઉપર સમય વીતી ગયા બાદ પણ અંબાજી મંદિરના જે પ્રસાદ કાઉન્ટર છે તેની ઉપર કેમ મોહનથાળ શરૂ થયો નથી તે હાલમાં વિવાદ જોવા મળી રહ્યો છે

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!