જૂનાગઢ : ફાયરીંગ પ્રેક્ટીસ અન્વયે એક કીલોમીટરનાં વિસ્તારમાં પ્રવેશબંધી

જૂનાગઢ : ફાયરીંગ પ્રેક્ટીસ અન્વયે એક કીલોમીટરનાં વિસ્તારમાં પ્રવેશબંધી
Spread the love

જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જ, ૮ ગુજ બીએન એનસીસી ગ્રાઉન્ડ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ અન્વયે એક કીલોમીટરનાં વિસ્તારમાં પ્રવેશબંધી

જૂનાગઢ : જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જ, ૮ ગુજ બીએન એનસીસી ગ્રાઉન્ડ ખાતે તા.૧૬/૦૩/૨૦૨૩ થી તા.૧૫/૦૪/૨૦૨૩ સુધી ૨૨ બોર રાયફલની ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોઇ આ પ્રેક્ટીસ દરમિયાન ફાયરીંગના સ્થળની આજુબાજુનાં વિસ્તારમાં લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવર-જવર ભયજનક જણાતી હોઇ જાહેર સલામતીના હેતુસર અધિક જિલ્લા કલેક્ટર શ્રી એલ.બી.બાંભણિયાને મળેલ સત્તાની રૂએ જૂનાગઢ સ્મોલ આર્મ ફાયરીંગ રેન્જ, ૮ ગુજ બીએન એનસીસી ગ્રાઉન્ડ આજુબાજુના ૧ કીમી વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોની પ્રવેશ બંધી ફરમાવી છે.

આ જાહેરનામુ તા.૧૬/૦૩/૨૦૨૩ થી તા.૧૫/૦૪/૨૦૨૩(બંને દિવસો સહિત) સુધી સવારના ૭-૩૦ કલાકથી ૧૮-૩૦ કલાક સુધી(દૈનિક ધોરણે) અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ-આંક-૨૨ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!