અમરેલી : ” Role of G 20 Countries in Global Development ” વિષય પર સેમિનાર યોજાયો.

અમરેલી : ” Role of G 20 Countries in Global Development ” વિષય પર સેમિનાર યોજાયો.
Spread the love

કોમર્સ કોલેજ – અમરેલીમાં ” Role of G 20 Countries in Global Development ” વિષય પર સેમિનાર યોજાયો.

વિદ્યાર્થી ભાઈ – બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં G 20 અંતર્ગત ” Role of G 20 Countries in Global Development ” વિષય અંતર્ગત એક સેમિનારનું આયોજન થયું હતું. તેમાં ખાસ કરીને આપણા દેશની કેવી ભૂમિકા રહેશે ? તે અંગે વિદ્યાર્થીઓએ ભારે રસપૂર્વક રજૂઆતો કરી હતી. ભારતના લોકોની જીવન શૈલી, નૃત્ય કલા, ભરત – ગૂંથણ કલા, યોગ વિદ્યા, હસ્ત કલા કારીગરી, આપણા દેશની વસુધેવ કુટુંબકમની ભાવના વગેરે જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ ભાવાત્મક રજૂઆતો કરી હતી.
સેમિનારનું આયોજન G 20 ના કોઓર્ડિનેટર પ્રા. વાય.એચ.ઠાકરે કર્યું હતું. ઇન ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓને આ અંગે વિસ્તૃત માર્ગદર્શન પ્રા.જે.એમ.તલાવીયા, પ્રા.એ.બી.ગોરવાડિયા અને પ્રા. વી.જી.વસાવાએ પૂરું પાડ્યું હતું તેમ આઈ.ક્યુ.એ.સી.ના કોઓર્ડિનેટર પ્રા. ભારતીબેન ફિનવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230325-WA0020.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!