લોકતંત્ર બચાવવા કોંગ્રેસ ની બેઠક…..!!!

લોકતંત્ર બચાવવા કોંગ્રેસ ની બેઠક…..!!!
Spread the love

હાસ્ય મેવ જયતે.

લોકતંત્ર બચાવવા કોંગ્રેસ ની બેઠક…..!!!

લોકતંત્ર ખતરા માં પડ્યું છે એ વાત સૌ કોંગ્રેસી નેતાઓ માં ચર્ચાઈ રહી હતી એટલે સર્વાનુમતે બેઠક મળી. દિલ્હી નાં ભવ્ય મહેલનુમા (સરકારી) આવાસ માં ખડગેજી ની અધ્યક્ષતા માં બેઠક બોલાવવા માં આવી. પણ ખડગેજી ખુદ સોનિયાજી ની પાછળ પાછળ આવ્યા. રાહુલ, પ્રિયંકા, શશી થરૂર, અધિર રંજન, ગેહલોત, સુપ્રિયા, એમ અનેક નાના મોટા નેતાઓ પધાર્યા. સોનિયાજી નાં ઈશારા થી મિટિંગ શરૂ થઈ. સૌ પોત પોતાની વાત રાખવા લાગ્યા. કોઈ એ કહ્યું.- લોકતંત્ર બચાવવું એ આપણી ફરજ છે. બીજો બોલ્યો – ૨૦૧૪ બાદ લોક તંત્ર પડી ભાંગ્યું છે. કોઈ એ વળી લોકતંત્ર ની હત્યા થઈ હોવા નું કહ્યું. તો કોઈ બોલ્યું કે હવે લોકતંત્ર મરી પરવાર્યું છે. રાહુલ ગાંધી ગંભીર મુદ્રા ધારણ કરી ને બધું સમજી રહ્યા હોવા નો ડોળ કરતા શાંતિ થી બેઠા હતા. અધિર રંજન અધિરતા થી બોલ્યા -” કુચ્છ ટો બોલીએ. બોલના પરેગા આપકો. સર. આપ હી હો જો ભારટ કો બસા શકતા હેય. આપકો પરધાન મન્ટ્રી બનવા પરેગા. રાહુલજી.પ્લીસ્…!”
રાહુલ ની આંખો માં ચમક જોવા મળી.-” યાહ.. આઇ નો. બીકોઝ.. આઇ એમ રાહુલ ગાંધી. દેખીએ ભૈયા…” એમ કહી ને બાંયો ચડાવવી. પછી યાદ આવ્યું કે ટી- શર્ટ પહેર્યું છે.-” મૂઝે એક બાત સમજ મેં નહીં આઇ. અગર લોકતંત્ર કી હત્યા હો ગઈ હૈ, તો મોદીજી કે ઉપર કેસ કર દેના ચાહીયે. ઉન્હી ને મરવાયા હોગા. જબ આપ લોગ ઇતના બોલ રહે હો, તો યકીનન હત્યા હો ગઈ હોગી. હમેં સુપ્રીમ કોર્ટે જાના ચાહીયે. ધારા ૩૦૨ લગની ચાહીયે.”
ખડગેજી એ અશોક ગેહલોત સામે ઈશારો કર્યો એટલે ગેહલોત વચ્ચે બોલ્યા.-” એક સેકન્ડ, લાહુલ જી, લોકતંતલ કોઈ જીવ નિં હે.વો નિલર્જીવ હે.”
રાહુલ ની ભમરો ઊંચી થઈ.-” વ્હોટ યુ મિન ?! તો સબ લોગ કયું કહતે હૈ કિ ભારત કા લોકતંત્ર જીવિત હે. જીવિત હે ઇસકા મતલબ સાફ હે કી ઉસમે ભી જીવ થા.” અશોક ગેહલોત સમજાવી ને થાક્યા. બોલતાં બોલતાં થુંક ઉડ્યું જે એક નેતા પર પડ્યું.એમણે ડોળા કાઢ્યા એટલે ગેહલોત ચૂપ થઈ ગયા.કોઈ નવા નેતા એ લાડકા થવા કહ્યું -” સરજી, વો ઉદાહરણ કે રૂપ મેં કહા જાતા હૈ.”
રાહુલ ગાંધી વૈચારિક મુદ્રા માં ક્ષણભર અટક્યા અને કંઇક વિચારી ને બોલ્યા -” યુ મિન… ઉદાહરણ કો લોકતંત્ર કહતે હૈ? ”
પેલો નેતા સલવાયો.-” નહીં. લોકતંત્ર તો લોકતંત્ર હી હૈ. પર ઉદારહણ અલગ હૈ.”
રાહુલ ગાંધી -” તો ઈસકા મતલબ કી ઉદાહરણ ઔર લોકતંત્ર અલગ અલગ હૈ.”
નેતા એ ગળું સાફ કર્યું.-” હાં..!”
પ્રિયંકા ગાંધી કેન્ડી ક્રશ રમી રહ્યાં હતાં. એમાં પણ બે ચાર નેતાઓ સલાહકાર તરીકે ગોઠવાઈ ગયા હતા.
સમોસા મંગાવવા માં આવ્યાં. ચટણી પર ગહન ચર્ચા થઈ. શાની બને છે. કેવી રીતે બને છે. સ્વાદ કેવો હોય છે.
રાહુલ ગાંધી ધ્યાન પૂર્વક બધું સાંભળ્યા કરે છે.
નાસ્તા બાદ ફરી એકવાર લોકતંત્ર પર ચર્ચા શરૂ થઈ.
ખડગેજી એ ભારે અવાજ માં કહ્યું -” ૨૦૨૪ મેં કોંગ્રેસ હી જીતેંગી. હમ ફિર સે લોકતંત્ર જીવિત કર દેંગે.”
રાહુલ નાં મગજ માં ફરી એકવાર લોકતંત્ર શબ્દ અથડાયો. તેણે આક્રોશ વ્યક્ત કર્યો -” હાં.હમ અહિંસા વાદી હૈ.અભી આપ ને કહા, હમ લોકતંત્ર ફિર સે જીવિત કરેંગે. ઇસકા મતલબ સાફ હુવા કી લોકતંત્ર મર ગયા હૈ. હમ મોદીજી પર કેસ કરેંગે. મોદીજી,આપ ઇસ તરહ ભારત કે લોકતંત્ર કી હત્યા નહીં કર શકતે. મોદીજી પર હત્યા કા મુકદમા ચલેગા.જેલ હોગી.પર મરા હુવા લોકતંત્ર જીવિત કૈસે કિયા જાતા હૈ? આપકો તો પતા હોગા ખડગેજી. યે બતાઇએ કી લોકતંત્ર કી હત્યા હો ગઈ હૈ ક્યા? મતલબ વો મર ગયા હૈ? તો ઉસકી લાશ કહાં હૈ? ક્યા ઉસે ફિર સે જીવિત કરને કા ફોર્મ્યુલા કોંગ્રેસ કે પાસ હૈ? હૈ તો કહાં હૈ? આખીર કહાં રખી હૈ લોકતંત્ર કી લાશ…? બતાઈએ.”
ખડગેજી એસી માં પણ પરસેવે રેબઝેબ થઈ ગયા. ગેહલોત મૂંછ માં મલક્યા અને રૂમાલ આપ્યો.
શશી થરૂર ઓકસફોર્ડ વાળા અંગ્રેજી માં બોલતા હતા -” સી. ધિસ ઇઝ ઇન્ડિયન ડેમોક્રેસી. નોટ અ લાઈવ. નોટ અ ડેડ. ઇટ્સ, ઈટ્સ.. લાઈક…” ઊંચું અંગ્રેજી સામાન્ય નેતાઓ ને સમજ માં ન આવ્યું. કોઈ એ ધ્યાન ન આપ્યું.બોલી બોલી ને થાક્યા એટલે મોબાઈલ કાઢી ને ટ્વિટ કર્યું.- ઇન્ડિયન ડેમોક્રેસી ઇઝ નોટ અ લાઈવ. ઇટ્સ , ઇટ્સ.. લાઈક…”
રાહુલે ટ્વિટ જોયું. અને આંખો માં ચમક સાથે તપાક થી કહ્યું.-” મતલબ ,લોકતંત્ર મર ગયા હૈ.! મોદીજી ને હત્યા કર દી હૈ. હમ કોર્ટ જાયેંગે.હમ આંદોલન કરેંગે.
અબ સમજ ગયા.!”
ત્યાં સોનિયાજી ( બાહુબલી ફિલ્મ જોતાં જોતાં મિટિંગ આવ્યાં હતાં ) ઊભાં થયાં અને અને હાથ લાંબો કરી ને બોલ્યાં -” મેરા વચન હી હૈ શાસન. જય માહેશ્મતી..!” આટલું બોલી ને બેસી ગયાં. છૂટક નેતાઓ ભાવાવેશ માં આવી ને ઉભા થઈ ગયા અને જય માહેશ્મતી, જય માહેશ્મતી એવું બોલવા લાગ્યા. જે નારા નહોતું લગાવાતું તેને સોનિયાજી ચશ્માં નીચાં કરી ને જોઈ લેતાં હતાં એટલે વારા ફરતી બધા એ જયકારા લગાવ્યા. પ્રિયંકા એ કેન્ડી ક્રશ રમતાં રમતાં હાથ ઊંચો કર્યો.
જયરામ રમેશ અન્ય નેતાઓ સાથે બેઠક માં મોડા ઉપસ્થિત થયા.જય માહેશ્મતી નાં જયઘોષ સાંભળી ને પાછા વળતા હતા કે ખોટી ઓફિસ માં આવી ગયા. ત્યાં શક્તિસિંહ ગોહિલે કોણી નો ધોદો મારી ને કહ્યું કે કોંગ્રેસ ની જ ઓફિસ છે.
તેમણે આવી ને મોરચો સંભાળ્યો.-” આઇ એમ સોરી. લેટ હો ગયા. મુદ્દે પર આતા હું. આજ, ભારત કા લોકતંત્ર ખતમ હો ગયા હૈ. ઈસ પર હમેં લડના હૈ.”
લોકતંત્ર જીવે છે કે મરી ગયું છે એવા અઘરા સવાલ માં અટવાઈ ગયેલા રાહુલ નાં મગજ માં ચમકારો થયો.
-“… તો… લોકતંત્ર ખતમ હો ગયા હૈ?? જૈસે ફ્યુલ હોતા હૈ વૈસે હી ન…? પર મોદીજી કહીં સે ભી લેકર આયેંગે. દૂસરે દેશ વાલે થોડા સા દે દેંગે. ફિર હમ કિસ મુદ્દે પર લડેંગે…? ”
જયરામ રમેશે શાંત શિક્ષક ની અદા થી મોરચો સંભાળ્યો.-” ખતમ હો ગયા હૈ… યે કહેને કો હોતા હૈ. પર કોઈ વસ્તુ નહીં, જો ખતમ હો જાયે.”
રાહુલ ગાંધી એ ગંભીર મુદ્રા ધારણ કરી લીધી.-” ઓહ… તો લોકતંત્ર ખતમ નહીં હુવા. પર હત્યા હો ગઈ હૈ.!”
પેલા નેતા એ ઉભા થઇ ને અદબ વાળી ને કહ્યું -” હત્યા નહીં હુઈ. ઉદાહરણ કે રૂપ મેં કહા જાતા હૈ.”
રાહુલ નાં કપાળ પર ચિંતન ની કરચલીઓ પડી.-” ઓહ.. યુ મિન.. લોકતંત્ર ઉદાહરણ નહીં હૈ. પર ખતમ હો ગયા હૈ યાની કી કોઈ વસ્તુ કે રૂપ મેં નહીં, પર ખતમ યાની કી મર ગયા હૈ. ઓહ ધિસ ઈસ નોટ ગુડ. શેમ ઓન. એક બાત બતાઈયે, યે લોકતંત્ર દિખતા કૈસા હૈ..? ક્યા કોઈ ઇન્શાન કી શકલ કે રૂપ મેં યા કોઈ ઔર સ્વરૂપ મેં.. કૈસા દિખતા હૈ લોકતંત્ર…?!”
એક નેતા ને હસવું આવ્યું. એટલે અન્ય નેતાઓ પણ હસ્યા. સોનિયાજી એ ઉધરસ ખાધી એટલે બધા ચૂપ થઈ ગયા.
રાહુલ ગંભીર ચિંતન માં પડ્યા હતા -” કિસ કિસ ને લોકતંત્ર દેખા હૈ..? ”
એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા.
રાહુલે કહ્યું -” ઓકે. તો બતાઈયે. કૈસા દિખતા હૈ? ”
કોઈ એ હિંમત કરી ને કહ્યું -” વો આકાર વિહીન હોતા હૈ.”
પવન ખેડા એ પેલ્લા નેતા ની હિંમત ને થમ્સઅપ કર્યો. અધિર રંજને આંખ મારી.
રાહુલ નાં મુખારવિંદ પર ગજબ નું તેજ ઝળકવા લાગ્યું.” આકાર વિહીન હોતા હૈ? તો હત્યા કૈસે હો શકતી હૈ? જબ આકાર હી નહીં હૈ લોકતંત્ર કા, તો કોઈ માર હી નહીં શકતા. આકાર વિહીન કી હત્યા કૈસે હો શકતી હૈ? ક્યા કોઈ નયા હથિયાર આયા હૈ? ”
પ્રવકતાઓ લાઈન માં બેઠા હતા. પાર્ટી લાઈન ને મનોમન ગોઠવતા હતા.
ખડગેજી એ વિષય બદલ્યો -” મહેંગાઇ, બેરોજગારી, ભ્રષ્ટાચાર,RSS, અદાણી, દેશ બેચ દિયા… યે હૈ મુખ્ય મુદ્દે.”
રાહુલ ને ફરી ઝટકો લાગ્યો.-” બેચ દિયા દેશ..? કબ..? તો અબ માલિક કૌન હૈ? પૂરા બેચ દિયા યા આધા…? કિસકો બેચા, કિતને મેં બેચા…? ”
અધિર રંજન ખી ખી કરવા લાગ્યા.-” વૈસે નહીં. કહેને કો કહા જાતા હેય. દેશ બેચ દિયા યે પાર્ટી લાઈન હેય. પર આપકો પરધાન મંટ્રી બનના પરેગા. પૂરે ભારટ કી એક હી અવાજ હેય. રાઉલ ગાંધી. આગે બરો, હમ ટુમહારે સાટ હેય. રાઉલ ગાંધી જિંડાબાડ.”
જોશ માં આવી ને ઉભા થઈ ગયા એટલે કેટલાક નેતાઓ પણ ઉભા થઈ ગયા અને નારા લગાવ્યા.
દિવાલ પર ટીવી મ્યુટ હતી તેનો કોઈ એ વોઇસ ચાલુ કર્યો. ન્યુઝ એંકર રાડા રાડી કરી રહી હતી.-
રાહુલ ગાંધી કા નરેન્દ્ર મોદી પર બડા હમલા…!
રાહુલ ગાંધી એ ટીવી સામે જોયું.-” અરે… મૈને કબ હમલા કિયા.. યે ટીવી વાલે મૂઝે બદનામ કરતે રહેતે હૈ. કુચ્છ ભી દિખાતે હૈ. મૈને હમલા કિયા હી નહીં. તો યે લોગ ઝૂઠ કયું દિખાતે હૈ…?”
ખડગેજી મુક્ત મને હસી પડ્યા. એટલે સૌ ની હિંમત વધી. સૌ હસ્યા. પ્રિયંકા જી ને લાગ્યું કે તે કેન્ડી ક્રશ માં હારી ગઈ એટલે સૌ હસ્યાં. એટલે તે જોર થી બોલ્યાં.-” હમ ફિર સે લડેંગે. ફિર સે જીતેંગે.” એમ કહી ને ગેમ શરૂ કરી.
કેટલાક નેતાઓ પ્રધાન મંત્રી તો તમારે જ બનવું પડશે એવું લાડ માં કહેવા લાગ્યા એટલે રાહુલજી ત્યાગ કરતા હોય એમ બોલ્યા -” ઠીક. જૈસા આપ કહો.” વિજયી સ્મિત સાથે હાથ જોડયા.-” દેખીએ ભૈયા….” લાંબુ ભાષણ ચાલ્યું. જેમાં અનેક મુદ્દા આવ્યા. લોકતંત્ર શબ્દ આવતાં જ રાહુલ ફરી મૂંઝાઈ ગયા. બાજુ માં બેઠેલા જયરામ રમેશ ને પૂછ્યું.-” હત્યા હો ગઈ હૈ ન લોકતંત્ર કી…? ”
જયરામ રમેશ કંઈ બોલે તે પહેલાં જ રાહુલ ગાંધી બોલ્યા.-” સમજ ગયા. કેસ કરતે હૈ. બડે બડે વકીલોં કો બુલાયા જાય. હમ સુપ્રીમ કોર્ટ જાયેંગે. પર યે બતાઓ, દિખતા કૈસા હૈ લોકતંત્ર…?”
કોંગ્રેસી નેતાઓ બગલ ઝાંકવા લાગ્યા. રાહુલે સોનિયાજી સામે પ્રશ્ન ભરી નજરે જોયું. બધા નેતાઓ એ રાહત નો શ્વાસ લીધો. હવે માં – દીકરો આપસ માં સમજી લેશે.સોનિયાજી એ ચશ્માં ઠીક કર્યાં.-” હાં. ડેખા હૈય મૈને લોકટંત્ર્ટ્ર. જબ તુમ છોટે ઠે ટબ ટુંમ્હારે પિટાજી એક બાર ઘર પર લેકર આયે ઠે. ટબ ડેખા ઠા. ટબ તો અચ્છા ઠા.. અબ ક્યા હો ગયા. આઇ ડોન્ટ નો.”
પોતાની વાત પૂરી થઈ પણ તાળીઓ ન પડી એટલે લાલ આંખ કરી.એટલે તાળીઓ પડી.તાળીઓ ની ગુંજ સાંભળી ને બાહુબલી ફિલ્મ ની યાદ આવતાં અચાનક બોલી પડ્યાં.-” જય માહેશ્મતી..”
સૌ બોલ્યાં:
-જય માહેશ્મતી.
લાંબા મંથન બાદ મિટિંગ પુરી થઈ. અમુક નેતાઓ ને તાવ આવી ગયો હતો. અમુક ને સંસાર પર થી ભરોસો ઉઠી ગયો હતો. બધું નશ્વર છે. બધી મોહમાયા છે. કેટલાક સાધુ બનવા તૈયાર થઈ ગયા હતા.
વાતાવરણ માં હજી પણ અવાજ ગુંજતો હતો.-
જય માહેશ્મતી..!!!

આલેખન : રમેશ ગોસ્વામી “સારથિ “

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!