રામપરા પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના જન્મદિવસની કરીએ અનોખી ઉજવણી

રામપરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અર્જુનભાઈ ડામોરે પોતાના જન્મદિવસની કરીએ અનોખી ઉજવણી.
ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળામાં ડામોર અર્જુનભાઈ મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી શાળાના 500 જેટલા બાળકોને જમણવાર આપીને કરી હતી.
જન્મદિવસની ઉજવણી નિમિત્તે રામપરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 500 જેટલા બાળકો અને શિક્ષક પરિવારને જમાડવામાં આવ્યા હતા. પોતાના જન્મદિવસની ઉજવણી શાળાના બાળકો વચ્ચે કરીને “બાલદેવો ભવ” સુત્રને ચરિતાર્થ કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષક પરિવાર દ્વારા અર્જુનભાઈ ડામોરને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300