લુંટના બે ગંભીર ગુન્હામાં ૭ વર્ષથી નાસતા ફરતા રીઢા લુંટારૂ આરોપીને ઝડપી પાડતી S0G વલસાડ

ઉમરગામ પો.સ્ટે.ના લુંટના બે ગંભીર ગુન્હામાં સને-૨૦૧૬(છેલ્લા ૭ વર્ષ)થી નાસતા ફરતા રીઢા લુંટારૂ આરોપીને ઝડપી પાડતી S0G વલસાડ
વલસાડ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વિજય સિંહ ગુર્જર સાહેબશ્રી નાઓએ વલસાડ
જિલ્લાના એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગુનામા તેમજ વલસાડ જિલ્લા ગેઝેટ વાળા નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડવા સારૂ આપેલ સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી વી.બી.બારડ SOG વલસાડ (કેમ્પ-વાપી)નાઓના માર્ગદર્શન હેઠળ ૬.૦.૯ શાખાના પો.સ.ઇ શ્રી એન.સી.સગર તથા પો.સ.ઇ શ્રી બી.એચ.રાઠોડ નાઓએ અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા/ વોન્ટેડ આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા દરમ્યાન એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા આ.પો.કો મહેન્દ્રદાન ગઢવી નાઓને ઉમરગામ પો.સ્ટે. ગુ.રનં.૮૦/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૨૩, ૩૯૨ મુજબ તથા ઉમરગામ પો.સ્ટે. I ગુ.રનં.૮૬/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૯૫ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી)એ મુજબના ગુન્હાઓના કામે નાસતો ફરતો આરોપી નિકેશ ઉર્ફે ટાઇગર દાજી વાડીયા રહે.અનાવીર ઠાકરપાડા તા.તલાસરી જી.પાલઘર મહારાષ્ટ્રનો હાલ ઉમરગામ, સંજાણ-આમગાંવ રોડ, લત્તા બેકરી નજીક રોડ ઉપર ઉભેલ હોવાની સંયુકત રાહે ચોક્કસ બાતમી હકિકત આધારે ઇન્ચાર્જ પો.ઇન્સશ્રી વી.બી બારડના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ પો.સ.ઇ શ્રી બી.એચ.રાઠોડ તથા એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ માણસો અ.હે.કો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ બ.નં.૫૯૮ તથા અ.હે.કો. દિગ્વિજયસિંહ વિક્રમસિંહ બ.નં.૭૩૪ તથા આ.હે.કો ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ બ.નં.૨૯૧ તથા અ.પો.કો. કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ બ.નં.૭૩૮ તથા આ.પો.કો. મહેન્દ્રદાન જીલુભા બ.નં.૧૭ તથા પો.કો અલ્પેશભાઇ ભીમાભાઇ નાઓ સાથે જઇ આરોપી નિકેશ ઉર્ફે ટાઇગર દાજી વાડીયા ઉ.વ.૩૦, રહેવાસી.ગામ.અણવીર, રાયાતપાડા, તા.તલાસરી, જી.પાલઘર, મહારાષ્ટ્રનાને પકડી પાડી તેમની અંગઝડતીમાંથી મળેલ લાકડાની ગીલોલ તથા ગોળ પથ્થર નંગ-૯ તથા મોબાઇલ ફોન, આધારકાર્ડ તપાસઅર્થે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી ૪૧(૧)આઇ મુજબ ગઇ કાલ તા.૨૫/૦૩/૨૦૨૩ ના રોજ કલાક ૧૭/૩૦ વાગ્યે તાબામાં લઇ અરોપીનો કબ્જો વધુ તપાસઅર્થે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે.
ઉપરોકત્ત બન્ને ગુના કામે હકિકત એવી રીતેની છે કે, (૧) ગઇ તા.૨૪/૦૭/૨૦૧૬ ના રોજ મોજે મલાવ ગામે જહાગીરપાડામાં પંકજભાઇની ચાલીમાં મોડી રાત્રીના સમયે ચાર અજાણ્યા ઇસમો ઉ.વ.આશરે ૨૫ થી ૩૦ વર્ષના મધ્યમ બાંધાના શરીરે પેન્ટ શર્ટ પહેરેલ તથા મોઢે કપડુ બાંધેલ ઇસમો જેઓના નામઠામ જણાયેલ નથી તેઓ ફરીયાદીના ઘરમાં ધકકો મારી ઘુસી જઇ ફરીયાદીના ગળા ઉપર ચપ્પુ મુકી દઇ રોકડા રૂપીયા તથા સોનાનુ બે તોલાનુ મંગળસુત્ર કિ.રૂા ૪૦,૦૦૦/-ની લુંટ ચલાવી નાસી જઇ ગુન્હો કર્યો વિ.બાબત (૨) ગઇ તા.૨૫/૦૮/૨૦૧૬ ના રોજ મોજે.સરોન્ડા નવીનગરી બાંધીખાડી શ્રીમુર્તી ફાર્મ, કોસ્ટલ હાઇવે ખાતે મોડી રાત્રીના સમયે પાંચેક જેટલા અજાણ્યા ઇસમો આશરે ઉ.વ.૨૫ થી ૩૦ વર્ષના હિન્દી તથા ગુજરાતી મિક્ષ બોલતા ઇસમો પૈકી એકે છરો બતાવી બીજાએ લોખંડનો સળીયો તથા ત્રીજાએ પીસ્તોલ જેવુ હથિયાર તથા ચોથાએ ડીસમીસ તથા પાંચમાંએ લાકડી વડે ફરીયાદીને તથા પરીવારના સભ્યોને સપાટા મારી બેડરૂમના ટેબલના ડ્રોઅરો તથા તથા કબાટમાંથી રોકડા રૂ! ૧,૮૨,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ ૪,૧૬,૦૦૦/- તથા મોબાઇલ ફોન ૪ કિ.રૂ! ૪,૦૦૦/- મળી કુલે કિ.રૂ! ૬,૦૨,૦૦૦/-ની લુંટ કરી નાસી જઇ ગુન્હો કર્યો વિ.બાબત.
-: પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
(૨) મહારાષ્ટ્ર તલાસરી પોલીસ સ્ટેશન I ગુ ર નં ૩૭/૨૦૧૮ ઇ.પી કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબ
(૧) મહારાષ્ટ્ર તલાસરી પોલીસ સ્ટેશન ગુ રનં ૧૯ ૨૦૧૮ ઇ પી કો કલમ ૩૭૯, ૩૪ મુજબ (૩) મહારાષ્ટ્ર તલાસરી પોલીસ સ્ટેશન ગુ ર નં ૯૭/ ૨૦૧૮ ઇ.પી કો કલમ ૩૯૨,૩૪ મુજબ (૪) મહારાષ્ટ્ર તલાસરી પોલીસ સ્ટેશન I ગુ.ર નં ૧૧૩/૨૦૧૮ ઇ પી કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ (૫) મહારાષ્ટ્ર તલાસરી પોલીસ સ્ટેશન I ગુ.ર.નં ૧૩૭/૨૦૧૮ ઇ.પી કો કલમ ૪૫૭, ૩૮૦ મુજબ (૬) મહારાષ્ટ્ર તલાસરી પોલીસ સ્ટેશન I ગુ ર નં ૧૪૬/૨૦૧૮ ઇ પી કો કલમ ૩૯૪, ૩૪ મુજબ (૭) મહારાષ્ટ્ર ઘોલવડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૩૦/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ
આમ, ઉમરગામ પો.સ્ટે.ના લુંટના બે ગુન્હાઓમાં સને ૨૦૧૬ (છેલ્લા ૭ વર્ષ)થી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં એસ.ઓ.જી.વલસાડની ટીમને મહત્વની સફળતા મળેલ છે.
– કામગીરીમાં જોડાયેલ પોલીસ અધિકારી/કર્મચારીઓ :–
સદર કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી વી.બી.બારડ SOG વલસાડ (કેમ્પ-વાપી)ના
માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ શ્રી એન.સી.સગર તથા પો.સ.ઇ શ્રી બી.એચ.રાઠોડ તથા એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ રાઠોડ તથા અ.હે.કો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા અ.હે.કો દિગ્વિજયસિંહ વિક્રમસિંહ વાધેલા તથા આ.હે.કો ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ તથા અ.પો.કો. કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા આ.પો.કો. મહેન્દ્રદાન જીલુભા ગઢવી તથા પો.કો અલ્પેશભાઇ ભીમાભાઇ ડાંગર નાઓ દ્રારા ટીમવર્કથી પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300