ભગુડા ખાતે શક્તિ ઉપાસના નામ પર્વના ચૈત્રી નવરાત્રી દરમિયાન માંગલ માં ચંડી મહાયજ્ઞ શરૂ થયો

માંગલ ધામ ભગુડા (તા. મહુવા) ખાતે શક્તિ ઉપાસના નામ પર્વના ચૈત્રી નવરાત્રી દરમિયાન માંગલ માં ચંડી મહાયજ્ઞ શરૂ થયો છે. ચૈત્ર સુદ એકમને તા. 22 ને ગુરુવારથી અહીં શ્રીમાંગલમાતા, શ્રી કમળાઈ માતા અને શ્રી સૂક્ત તથા પુરુષસુક્ત (લક્ષ્મી અને નારાયણ) યજ્ઞની આહુતીઓ અપાઈ રહી છે. જેમાં શાસ્ત્રોકતો વિધિ વિધાનો પ્રમાણે રોજ 12,111 આહુતિઓ નો હોમ થાય છે. જે લગાતાર સતત 33 દિવસ સુધી શરૂ રહેશે. જે મુજબ આ મહાયજ્ઞ માં કુલ 3,51,000 ન્વાહ મંત્રની આહુતિઓ આપવામાં આવશે. અહીં દરરોજ અલગ અલગ યજમાનો દ્વારા આહુતિઓનો હોમ કપાય છે. જે સવારે 9 કલાકથી સાંજે 5:00 કલાક સુધી યજ્ઞ અવિરત શરૂ રહે છે. અહીં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યજ્ઞનું આયોજન થાય છે. આ યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી ભૂમેષભાઈ જોશી મહુવા વાળા રહેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300