શિવમ્ ચક્ષુદાન-આરેણા તેમજ માં ગૌ સેવા હોસ્પિટલ -કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

શિવમ્ ચક્ષુદાન-આરેણા તેમજ માં ગૌ સેવા હોસ્પિટલ -કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
આજ રોજ તા.26.03.2023,રવિવારના રોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર-આરેણા અને માં ગૌસેવા હોસ્પિટલ-કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે શ્રી રામમંદિર-આરેણા મુકામે 9:00 થી 01:00ના સમય દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના આ રક્તદાન શિબિરમાં 50 યુનિટ રક્ત શ્રી રામ વોલેન્ટરી બ્લડ બેંક-પોરબંદરને પહોંચાડવામાં આવ્યું હતું.
આજના આ રક્તદાન કેમ્પમાં સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,ગૌ રક્ષા સેના ગૃપ-માંગરોળ,લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર,ડૉ.ભાવિન છત્રાળા સાહેબ(અધ્યારુ હોસ્પિટલ-માંગરોળ),પત્રકાર સંઘ,માંગરોળ રાજવી પરિવારના પ્રિન્સ નદીમ શેખ સાહેબ અને અકિલા મેડમ,માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા,ચોરવાડના રાજકીય અગ્રણી મંથનભાઈ ડાભી,ધીરુભાઈ અંબાણી રિસર્ચ સેન્ટર ચોરવાડના સ્ટાફમિત્રો,આરેણા ગ્રામપંચાયતના સરપંચશ્રી,આરેણા ગામના અગ્રણીઓ,મહંતશ્રી રામમંદિર-આરેણા તેમજ રક્તદાતાઓ પ્રેરક ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
આજના આ રક્તદાન કેમ્પને સફળ બનાવવાનું શ્રેય દરેક રક્તદાતાશ્રીઓને અને સ્વયંસેવકોને આભારી છે.તેમજ આ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલ દરેક લોકો અને શ્રી રામ વોલેન્ટરી બ્લડબેંક-પોરબંદરના સ્ટાફમિત્રોનો શિવમ્ ચક્ષુદાન-આરેણા અને માં ગૌ સેવા હોસ્પિટલ-કુકસવાડા આભાર વ્યક્ત કરે છે.
આજના આ રક્તદાન સમયે રક્તદાતાશ્રીઓએ ઉપસ્થિત રહી રક્તનું દાન કર્યું અને સમગ્ર કેમ્પમાં સ્વયંસેવક ભાઈઓએ ખડે પગે રહી જરુરી વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપ્યું તે બદલ આપ સૌના અમે આભારી છીએ.
સમયાંતરે અને જ્યારે રક્તની જરુરિયાત ઉભી થાય તેવા સમયે યોજાતા આવા રક્તદાન કેમ્પમાં આવી રીતે સાથ અને સહકાર આપતા રહો અને ઈશ્વર આપને આવા માનવઉપયોગી કાર્યમાં ખુબ જ ઉર્જા પ્રદાન કરે તેવી શુભકામનાઓ સાથે…..
સૌનો ખુબ ખુબ આભાર
જય શ્રી કૃષ્ણ
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300