પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ
ગઈકાલે પોરબંદર ના દેગામ નજીક એક કાર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કિંદરખેડા ગામના ચાર આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ નિપજયા હતાં અને અનેક મુસાફરોને ઈજાઓ પણ થઈ હતી. આ સમાચાર પેપરમાં વાંચ્યા બાદ પૂજ્ય મોરારીબાપુએ ચારે મૃતક યુવાનો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને ₹11,000 લેખે કુલ 44 હજાર રૂપિયાની હનુમંત સંવેદના સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. પોરબંદર સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આજે રૂબરૂ જઈને ચારેય મૃતક યુવાનોના પરિજનોને આ સંવેદના રાશિ તેમજ એક રામનામની શાલ પહોંચતી કરવામાં આવી રહી છે. ચારેય મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેના પરિજનોને દિલસોજી પાઠવી છે.
તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300