અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વરના નામે વાણી.

અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વરના નામે વાણી.
શીર્ષક : અનંત
દેવત્વની કળીઓ પ્રગટી, અનંત તેજની નદીઓ વહાવી,
પાંદડીએ પાંદડીએ ગેબની અમૃતપ્યાલી ચંદ્રકાની પાયી,
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વરના નામે વાણી.
આથમતી રજની ને ઊગતું પ્રભાત, હૈયામાં ગંગા વહાવી,
અંતરના આભમાં માયા માટીના કિરણમાળા પ્રગટાવી.
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વરના નામે વાણી.
આભનાં ઊંડા જળથી પ્રેરણા દાયક વરસતી પુણ્યવાદળી,
આયુષ્યતીર્થ ઘાટે ઘાટેથી જગત ને છંટાઈ રહ્યું રસપાણી.
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વરના નામે વાણી.
અંતરિક્ષ ઘુમ્મટમાં ભાગ્યના બ્રહ્માંડમાં બ્રહ્મમાર્ગ દાખવી,
પૃથ્વીની કઠોરતા,યાત્રાના શ્રમમાં,તડકાના કેસરમાં ન્હાઈ,
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વરના નામે વાણી.
સંસારસાગરમાં પ્રારબ્ધના વેદોચ્ચારે કંઈ ઉષાગીત ગાતી,
પુણ્યથાળ બન્યો ભાનુ ભર્યો દિન અને શશીશોભી રાત્રી,
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વરના નામે વાણી.
આલેખન ~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300