ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખેડબ્રહ્મામાં ધોરણ છ થી આઠ ના બાળકો ને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા.
ખેડબ્રહ્મા શહેરનું નજરાણું એવી ખેડબ્રહ્મા શહેરની એન્ટ્રીમાં હાઇવે રોડ ઉપર આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલયમાં કેજી1 થી 12 સુધીનો અભ્યાસ એક જ કેમ્પસમાં,ત્રણ માળના ભવ્ય બિલ્ડીંગ સાથે વિશાળ કેમ્પસ ધરાવતી આ સ્કૂલમાં હવા ઉજાસ વાળા વિશાળ વર્ગોમાં પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.સ્કૂલમાં પ્રવેશતા જ બાળક ગેટમેન થી સુરક્ષિત બને છે સમગ્ર કેમ્પસમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હોય છે.સ્કૂલ બસ અને સ્કૂલ કેમ્પસમાં જ કેન્ટીનની વ્યવસ્થા ધરાવતી આ સ્કૂલમાં મિનરલ પ્લાન્ટ થી બાળકોને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે.
30 વર્ષથી ઉપરના અનુભવી ગુરુજનો દ્વારા શિક્ષણ કાર્ય આપવામાં આવે છે
શિક્ષણકાર્ય સિવાય બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમ જ સંસ્કારોનું સિંચન થાય તે માટે વર્ષ દરમિયાન અધર કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે જેનાથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવી શકાય છે જેના ભાગરૂપે આજે વર્ષ દરમિયાન સી.એ ના કાર્યક્રમમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં સૌથી શ્રેષ્ઠ સ્પર્ધકને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર વર્ષ દરમિયાન સી.એ નું સુચારું આયોજન એમ.બી ઉપાધ્યાય અને કૌશિકભાઇ નાઈ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.
બીજા બાળકોને પણ પ્રોત્સાહન મળે અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા થાય તે માટે સ્ટીલની ડીસ આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં સુપરવાઇઝર આર. પી વાલા, લાઇબ્રેરીયન નરેશભાઈ પટેલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર તથા સ્ટાફ મિત્રો ના વરદ હસ્તે બાળકોને ઇનામો નું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.એ આયોજક એમ.બી. ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું
તમામ સ્પર્ધકોને આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ તેમજ ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર, આર.પી.વાલા તથા નરેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર સ્ટાફના સહિયારા પુરુષાર્થ થી ઈનામ વિતરણ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300