કચ્છના નાના રણમાં પદયાત્રી માટે સેવા કેમ્પ

કચ્છના નાના રણમાં પદયાત્રી માટે સેવા કેમ્પ
આબિયાણા રાજપૂત યુવક મંડળ દ્વારા ચોટીલા અને વચ્છરાજ દાદાએ જતા લોકો માટે સેવા કેમ્પ
પાટણ જિલ્લા નાં સાંતલપુર તાલુકાના નાં આબિયાણા નાડોદા રાજપૂત યુવક મંડળ દ્વારા ચોટીલા અને વચ્છરાજ દાદાએ જતા લોકો માટે સેવા કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ચાલતા જતા પગયાત્રી માટે ચા પાણી નાસ્તા સહિત નું યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.કચ્છના નાના રણમાં પદયાત્રી માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે નાના રણ માં વીર વચ્છરાજ દાદા બિરાજમાન છે ત્યારે હાલમાં પદયાત્રીઓ જઈ રહ્યા હોઈ તે ધ્યાને લઈને હાલમાં આ યુવક મંડળ દ્વારા પાણી ની વ્યવસ્થા અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે સાથે ચા પાણી નાસતા અને મેડિકલ જેવા કાર્ય આ યુવક મંડળ દ્વારા કરવામાં આવતા પદ યાત્રીઓ ને સગવડ મળી રહી છે.
પાટણ નાં સાંતલપુર તાલુકાના નાં કચ્છ નાં નાના રણ માં બિરાજમાન વીર વચ્છરાજ દાદા એ આવતા જતાં ગ્રામ્ય વિસ્તારો નાં લોકો તેમજ શહેરીજનો હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે તેમને રહવેની સગવડ જમવાની સગવડ સાથે ચા પાણી નાસતા ની ભવ્ય વ્યવસ્થા રાજપુત યુવક મંડળ દ્વારા કરવામાં આવી છે.જેનો લાભ ચાલતા જતા શ્રદ્ધાળુઓ પગ યાત્રીઓ લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300