રામનવમી નિમિતે રામાયણ ની અજાણી વાતો અને ભગવાન શ્રી રામ ની વંશાવલી..

રામનવમી નિમિતે રામાયણ ની અજાણી વાતો અને ભગવાન શ્રી રામ ની વંશાવલી..
ભગવાન શ્રી રામ સનાતન ધર્મ માં સહિત વિશ્વ ભર નાં આરાધ્ય છે. વિષ્ણુ અવતાર શ્રી રામ ધરતી પર રામ રાજ્ય ની સ્થાપના કરવા અવતર્યા હતા. યુગો બાદ આજે પણ ભારત, શ્રી લંકા સહિત અનેક દેશો માં રામ નાં સાક્ષ્યો મૌજુદ છે. થોડાંક રોચક તથ્યો જાણીએ.
રામજી લંકામાં રહ્યા – 111 દિવસ.સીતાજી લંકામાં રહ્યાં – 435 દિવસ.માનસમાં શ્લોક સંખ્યા – 27 છે.માનસમાં ચોપાઈ સંખ્યા – 4608.માનસમાં દોહા સંખ્યા – 1074.માનસમાં સોરઠા સંખ્યા – 207.માનસમાં શ્લોક સંખ્યા – 86 છે.સુગ્રીવ પાસે તાકાત હતી 10000 હાથીની હતી.સીતા રાણી બન્યાં 33 વર્ષની ઉંમરે.માનસની રચના સમયે ગોસ્વામી તુલસીદાસની ઉં. –77 વર્ષ હતી.પુષ્પક વિમાનની ઝડપ – 400 માઈલ / એક કલાકે હતી. રામદળ અને રાવણની ટીમ વચ્ચે યુદ્ધ 87 દિવસ ચાલ્યું.રામ રાવણ યુદ્ધ – 32 દિવસ ચાલ્યું હતું.
પુલ બાંધકામ – 5 દિવસમાં પૂર્ણ થયું હતું,
નલનીલના પિતા
વિશ્વકર્માજી,
ત્રિજટાના પિતા – વિભીષણ,વિશ્વામિત્ર રામને લઈ ગયા 10 દિવસ માટે ,રામે પ્રથમ રાવણનો વધ કર્યો હતો ~ 6 વર્ષની ઉંમરે.,રાવણ પુનર્જીવિત થયો. સુષેન વૈદે નાભિમાં અમૃત રાખ્યું.,
બ્રહ્માજીથી મરીચ થયા.મરીચના પુત્ર કશ્યપ,કશ્યપ ના પુત્ર વિવસ્વાન.વિવસ્વાનના વૈવસ્વત મનુ. મનુ નાં સમયે પ્રલય થયો
.મનુના દસ પુત્રો માંથી એકનું નામ ઈક્ષ્વાકુ હતું, ઈક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી.
વિષ્ણુ નાં અવતાર ભગવાન શ્રી રામ બ્રહ્માજી નાં 39 મી પેઢી નાં વંશજ છે. બ્રહ્માજી એ સૃષ્ટિ ની રચના કરી એ સ્થળ હતું રાજસ્થાન નું પુષ્કર.જ્યાં આજે પણ બ્રહ્માજી નું ભવ્ય મંદિર આવેલું છે.યુગો પહેલાં રામાયણ કાળ નાં અવશેષો, સાક્ષ્ય, પ્રમાણ ભારત, શ્રીલંકા , નેપાળ સહિત અનેક દેશો માં ફેલાયેલ છે. ઘણાં દેશો નાં રાજવી પરિવાર પોતાને રામ નાં વંશજ માને છે.અને રાજા ને રામ ની પદવી આપવા માં આવે છે.એ દેશો આજે પણ ભારત સાથે ધરોબો કેળવી રાખ્યો છે.લંકા માં રાવણ નો મહેલ સિંઘરિયા પહાડ પર આવેલો છે.અશોક વાટિકા સહિત કેટલાંય પવિત્ર સ્થળો ને સરકાર દ્વારા રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવી છે.રામ નાં અનેક સ્થળો જન્મ ભૂમિ, રામસેતુ, પંપા સરોવર, આશ્રમ,એમ અનેક સ્થળો આવેલાં છે. રામ ની ૩૧૦ મી પેઢી નાં વંશજ આજે પણ રાજસ્થાન માં મોજુદ છે. રાજઘરાના નાં દિયા કુમારી પાસે હજારો વર્ષ જુના અયોધ્યા નાં નકશાઓ, દાયકાઓ પહેલાં નાં રાજપરિવાર ની ચીજ વસ્તુઓ, અમુક ગ્રંથો સહિત અનેક પ્રમાણ ઉપલબ્ધ છે.ખાસ વાત એ છે કે ભારતીય પરંપરા માં લગભગ દરેક જ્ઞાતિ સમુહો માં બારોટજી દ્વારા વંશાવલી લખાતી હોય છે.જ્યારે આ તો રાજપરિવાર.આથી આ પરિવાર માં રામ થી માંડી ને દિયા કુમારી નાં દાદા સુધી નાં નામો ની ૩૧૦ પેઢી ની યુગો પુરાણી વંશાવલી આજે પણ મોજૂદ છે. જેમાં ક્રમ પ્રમાણે રાજાઓ નાં નામો લખાયેલાં છે.કાળ ક્રમે લાખો – કરોડો લોકો નો અન્ય સમાજ – ધર્મ માં બદલાવ થયો. અન્યથા કંઈ કેટલાય લાખો લોકો રામ નાં વંશજો મનાય છે. ભારત વર્ષ નું નામ એ કાળ માં આર્યાવર્ત હતું. તો અન્ય ઉલ્લેખો માં ભારત વર્ષ પણ નામ જોવા મળે છે. રામ ની ઉપર ની પેઢી નાં રાજા ભરત પરાક્રમી રાજા થઈ ગયા. એમનાં નામ પર થી ભારત વર્ષ નામ પડ્યું. આ નામ શંકુતલા – મેઘદૂત સુધી રહ્યું. આ કાળ માં પણ રાજા ભરત થઈ ગયા, એમણે પણ નામ ને સાર્થક કરી બતાવ્યું
કાળ ક્રમે નામ બદલાતાં રહ્યાં.જંબુદ્વીપ, આર્યાવર્ત, ભારતવર્ષ, ભારત હિન્દુસ્તાન, ઈંડિયા….
રામ નાં વંશજ હોવા નાં અનેક લોકો નાં દાવા છે. અમુક અન્ય રાજ પરિવાર પાસે અનેક પ્રમાણો પણ છે. એ વિષે ફરી ક્યારેક, પણ આજે આપણે જોઈએ ભગવાન શ્રી રામ ની વંશાવલી.
1 – બ્રહ્માજી થી મરીચ થયા,
2 – મરીચી ના પુત્ર કશ્યપ,
3 – કશ્યપનો પુત્ર વિવસ્વાન,
4 – વિવસ્વાન ના વૈવસ્વત મનુ બન્યા.વૈવસ્વત મનુ સમયે પ્રલય થયા,
5 – વૈવસ્વત મનુના દસ પુત્રોમાંથી એકનું નામ ઇક્ષ્વાકુ હતું, ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ કુળ ની સ્થાપના થઇ,
6 – ઇક્ષ્વાકુ ના પુત્ર કુક્ષી ,
7 – કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું,
8 – વિકુક્ષીના પુત્ર બાણ ,
9 – બાણના પુત્રઅનરણ્ય થયા,
10- અરણ્ય થી પૃથુ થયા,
11- પૃથુ થી ત્રિશંકુનો જન્મ થયો,
12- ત્રિશંકુ ના પુત્ર ધુંધુમાર,
13- ધંધુમારના પુત્રનું નામ યુવનાશ્વ હતું,
14- યુવનાશ્વના પુત્ર માંધાતા થયા,
15- સુસંધી નો જન્મ માંધાતા માંથી થયો હતો,
16- સુસંધિને બે પુત્રો હતા- ધ્રુવસંધિ અને પ્રસેનજિત,
17- ધ્રુવસંધિ ના પુત્ર ભરત થયા,
( ભરત પરાક્રમી રાજા હતા. પોતાના નામ પર થી આર્યાવર્ત ને ભારતવર્ષ નામ પાડયું.)
18- ભરત ના પુત્ર અસિત ,
19- અસિત ના પુત્ર સગર,
20- સગર ના પુત્રનું નામ અસમંજ હતું,
21- અસમંજ ના અંશુમન થયા,
22- અંશુમન ના પુત્ર દિલીપ હતા,
23- દિલીપ ના પુત્ર ભગીરથ, ( ભગીરથે ગંગાને ધરતી પર ઉતાર્યા હતા.. ભગીરથનો પુત્ર કકુત્સ્થ હતો.)
24- કકુત્સ્થ ના પુત્ર રઘુ .
( રઘુ ખૂબ જ તેજસ્વી અને શકિતશાળી રાજા હોવાને કારણે, આ રાજવંશનું નામ રઘુવંશ તેના પરથી પડ્યું, ત્યારથી શ્રી રામના પરિવારને રઘુ કુળ પણ કહેવામાં આવે છે. એથી જ કહેવાય છે કે રઘુકુળ રીતિ સદા ચલી આઇ, પ્રાણ જાય પર વચન ન જાય),
25- રઘુ ના પુત્ર પ્રવૃદ્ધ થયા,
26- પ્રવૃદ્ધન ના પુત્ર શંખણ,
27- શંખણ ના પુત્ર સુદર્શન હતા,
28- સુદર્શન ના પુત્રનું નામ અગ્નિવર્ણા હતું,
29- અગ્નિવર્ણાના પુત્ર શિઘ્રજ થયા,
30- શિઘ્રજના પુત્ર મરુ,
31- મરુ ના પુત્ર પ્રસુશ્રુકા હતા,
32- પ્રસૂશ્રુક ના પુત્ર અંબરીશ,
33- અંબરીશ ના પુત્રનું નામ નહુષ હતું,
34- નહુષ ના પુત્ર યયાતી,
35- યયાતિ ના પુત્ર નાભાગ થયા,
36- નાભાગના પુત્રનું નામ અજ હતું,
37- અજના પુત્ર દશરથ,
38- દશરથને ચાર પુત્રો રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન.
આમ શ્રી રામનો જન્મ બ્રહ્માજી ની ઓગણચાલીસમી (39) પેઢી માં થયો હતો.
રામ શબ્દ ભારતીયતા માં વણાઈ ગયો છે. રામ રામ, હે રામ, રામ બોલો ભાઈ રામ, સત રામ, રામ નામ સત્ય હે.. એમ દરેક ઉદગાર માટે રામ શબ્દ વપરાયો છે.
જય શ્રી રામ.
આલેખન – રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300