ગુજરાતના ૫ ખેલાડીઓ અને ૧ ઓફિશ્યલની કેડેટ અને જુનિયર વર્લ્ડ ફેન્સીગ ચેમ્પિયનશીપ માટે પસંદગી

ગુજરાતના ૫ ખેલાડીઓ અને ૧ ઓફિશ્યલની કેડેટ અને જુનિયર વર્લ્ડ ફેન્સીગ ચેમ્પિયનશીપ માટે પસંદગી
બલ્ગેરીયા ખાતે તારીખ ૧ થી ૧૦ એપ્રિલ દરમ્યાન યોજાનાર કેડેટ અને જુનિયર વર્લ્ડ ફેન્સીગ ચેમ્પિયનશીપ માટે ગુજરાતના ૫ (પાચ) ખેલાડીઓ અને ૧ (એક) ઓફિશ્યલની પસંદગી થયેલ છે. જેમા કેડેટ વિભાગમા વંદિતા બારડ – સેબર ઇવેન્ટ, દિવ્યરાજસિહ રાયજાદા – સેબર ઇવેન્ટ, અનિતા વણજારા – ફોઇલ ઇવેન્ટ અને જુનિયર વિભાગમા રીતુ પ્રજાપતી – સેબર ઇવેન્ટ અને હર્ષવર્ધનસિહ ઝાલા – ઇપી ઇવેન્ટની પસંદગી થયેલ છે. સાથે ટીમના ચીફ ડી મીશન તરીકે ભરતજી ઠાકોરની પસંદગી થયેલ છે. ટીમની પ્રથમ બેચ ૩૦ માર્ચના રોજ ભરતજી ઠાકોરની આગેવાનીમા મુમ્બઇ થી બલ્ગેરીયા જવા રવાના થનાર.છે.
આ ખેલાડીઓ માથી વંદિતા બારડ, અનિતા વણજારા, રીતુ પ્રજાપતી અને હર્ષવર્ધનસિહ ઝાલા સંસ્કારધામ સ્પોર્ટસ એકેડમી ખાતે તાલીમ મેળવી રહ્યા છે. જ્યારે દિવ્યરાજસિહ એનસીઓઇ ઓરંગાબાદ ખાતે તાલીભ મેળવે છે. આ ખેલાડીઓને એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી અને મહામંત્રી ભરતજી ઠાકોરે અભિનંદન પાઠવ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300