વાવોલની હરિનગર સોસાયટીમાં હેપ્પી ચકલીઘરનું વિતરણ યોજાયું

વાવોલની હરિનગર સોસાયટીમાં હેપ્પી ચકલીઘરનું વિતરણ યોજાયું
ગાંધીનગર : શહેરની સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસને અનુલક્ષીને હેપ્પી સ્પેરો વિક – ૨૦૨૩ ઉજવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે ગાંધીનગરના વાવોલ ખાતે હરિનગર સોસાયટીમાં યોજાયેલા હેપ્પી ચકલી ઘર વિતરણ કાર્યક્રમમાં હરિનગર સોસાયટીના પ્રમુખ અને વોર્ડ નં.૭ના ભાજપ ઉપપ્રમુખ કચરાજી ગોલે ઉપસ્થિત રહી વિતરણ કાર્યમાં સેવા આપી હતી. આ સાથે હરિનગર સોસાયટીના હોદ્દેદારો ડો.મંડલી, પવારભાઇ, નિરંજન શાહ, મંગાજી ઠાકોર ઉપરાંત વોર્ડ નં.૭ના ભાજપ સહ ઉપપ્રમુખ હસમુખ પ્રજાપતિ પણ આ કાર્યમાં જોડાયાં હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વસાહતીઓએ ભાગ લઇને હેપ્પી ચકલી ઘર મેળવ્યાં હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300