ઢુંઢીયા પીપળીયાના  ખેડૂતોનોને ઉનાળુ પાક અને પશુપાલન વિશે તાલીમ અપાઈ

ઢુંઢીયા પીપળીયાના  ખેડૂતોનોને ઉનાળુ પાક અને પશુપાલન વિશે તાલીમ અપાઈ
Spread the love

ઢુંઢીયા પીપળીયાના  ખેડૂતોનોને ઉનાળુ પાક અને પશુપાલન વિશે તાલીમ અપાઈ

 

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે બે દિવસીય તાલીમમાં પાક સંરક્ષણ, મૂલ્ય વૃદ્ધિ, સહિતના મુદ્દે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન

જૂનાગઢ :  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી, ડો.વી.પી.ચોવટિયાની પ્રેરણાથી  સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક  યોજના અંતર્ગત બે દિવસીય તા. ૩૧/૩/૨૩ થી ૦૧/૦૪/૨૦૨૩ દરમ્યાન  ઉનાળુ પાકોની આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને પશુપાલન  વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.  જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે યોજાયેલ આ તાલીમ કાર્યક્રમમાં ઢુંઢીયા પીપળીયાના ગામના ખેડૂતો સહભાગી બન્યા હતા.

તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ.એમ.ગાજીપરાએ કર્યું હતું. તેમણે પ્રગતિશીલ ખેડૂતને સંબોધતા કહ્યું કેલ આજે ટેકનોલોજીનો યુગ છે ત્યારે સમય સાથે તાલ મિલાવીને ચાલવું પડશે. ખેતી સાથે પશુપાલન પુરક વ્યવસાય છે. હાલમાં પશુપાલનમાં આર્થિક  આવક મેળવવાની તકો રહેલી છે. સારી ઓલાદના સાંઢ, પાડાથી આવતી પેઢીને સારી ઓલાદના પશુ મેળવી શકાય છે. ખેતી સાથે સામુહિક પશુપાલન વ્યવસાય કરી તેને સ્વીકારી તો પૂરક આવક મેળવી, આર્થિક સધ્ધરતાથી કુટુંબની સુખાકારી વધારી શકાય છે. ઉપરાંત તેમણે આપણી પાસે રહેલ સંસાધનોનો ઉપયોગ કરવો, ખેતી ખર્ચ ઘટાડવો અને ઉત્પાદનની મૂલ્ય વૃધ્ધિ કરવા માર્ગદર્શન આપ્યું હતુ. ખાસ કરીને  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થતા સંશોધન, શિક્ષણ અને વિસ્તરણની વિવિધ પ્રવૃતિઓની વિગતવાર માહિતી આપી હતી.

આ બે દિવસ દરમ્યાન પાક સંરક્ષણ, મૂલ્ય વૃદ્ધિ, પશુપાલન, રાસાયણિક ખાતરનો સમજપૂર્વક ઉપયોગ વગેરે વિષયની જાણકારી આપવામાં આવી હતી. આ બે દિવસીય તાલીમ કાર્યક્રમનું સંચાલન ડો.બી.એન. કલસરિયાએ કર્યું હતુ. આ પ્રસંગે ડૉ. જી. આર. ગોહિલ, પ્રો. એમ. કે. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!