અંબાજી ખાતે આવેલા હનુમાન મંદિરમા સુંદર પાઠ નુ આયોજન કરાયુ.

અંબાજી ખાતે આવેલા હનુમાન મંદિરમા સુંદર પાઠ નુ આયોજન કરાયુ.
અંબાજી : અંબાજી એટલે માં અંબા અને મહાદેવનું ધામ તરીકે ઓળખાય છે. અંબાજી નગરમાં હનુમાનજીના મંદિરો પણ આવેલા છે અંબાજી નગર સરસ્વતી નદીના કિનારે આવેલો હોવાથી આ ગામને સરસ્વતી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે કહી શકાય કે અંબાજી ખાતે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ઘણા બધા મંદિરો આવેલા છે ત્યારે જુના નાકા પાસે આવેલા હનુમાનજી મંદિરમાં આજે 18 એપ્રિલના રોજ હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદરકાંડનું આયોજન થયુ હતુ.
અંબાજી જુના નાકા પાસે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં તાજેતરમાં હનુમાન જયંતી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આજના પવિત્ર મંગળવારના દિવસે મંદિર ખાતે પૂજારી અને ગ્રામજનોની હાજરીમાં સુંદરકાંડ શરૂ કરવામાં આવ્યું હતું અને યજ્ઞ પણ શરૂ કરાયો હતો બપોર બાદ યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવશે. મંદિર પરિસરમાં જય શ્રી રામ અને જય હનુમાન દાદા ના ગુણગાન સાંભળવા મળ્યા હતા
રિપોર્ટ : અમિત પટેલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300