એનીમલ હેલ્પલાઈન રાજકોટ ના મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કરની મુલાકાત

એનીમલ હેલ્પલાઈન રાજકોટ ના મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કરની મુલાકાત
Spread the love

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજી સાથે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન
રાજકોટ ના મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કરની મુલાકાત

જીવદયા-ગૌસેવાના વિવિધ વિષયો અંગે પરિણામલક્ષી ચર્ચા કરાઈ

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજી સાથે ભારત સરકારના પશુપાલન મંત્રાલયના માનદ સલાહકાર મિત્તલ ખેતાણી અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટના પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કરે લખનૌ ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં જીવદયા-ગૌસેવાના વિવિધ વિષયો અંગે પરિણામલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની તમામ પાંજરાપોળ/ગૌશાળાને કાયમી, દૈનિક પ્રતિ પશુ પ્રતિદીન ૫૦ રૂપીયા સબસીડી આપવામાં આવે કારણ ઉત્તર પ્રદેશની તમામ પાંજરાપોળ, ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જાય છે. પાડા, વાછડા, ખૂબ મોટા પ્રમાણમાં આવી રહયાં છે દાનની આવક ઘટી રહી છે ડેરી ઉદ્યોગ શ્વેતક્રાંતિ ફૂલી ફાલી છે અત્યારે પ્રદેશમાં રોજનું લાખો લીટર દૂધનું ઉત્પાદન થાય છે પશુપાલકોને ખૂબ જ આર્થિક ટેકો મળી ગયો પણ તેના વાછડા પાડા સાચવવાનું ભારણ સીધે સીધુ પાંજરાપોળ ગૌશાળા ઉપર આવી ગયું છે, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ તમામ રાજયોને તા. ૦૩/૦૫/૨૦૧૮ ના રોજ એક એડવાઈઝરી મોકલેલ છે જેમાં પશુ સાચવણી માટે મીનીમમ રેટ ચાર્ટ આપે છે. જે મુજબ મોટા પશુ દીઠ રૂા. ૨૦૦ અને નાના પશુ દીઠ રૂા. ૧૨૫ પ્રતિદિન આપવાની ભલામણ કરેલ છે, દિલ્હી સરકારે પણ હાલમાં જ પશુ દીઠ રોજના ૨૫ રૂપીયા સબસીડી આપવાની જાહેરાત કરી છે, ગુજરાત સરકારે પણ પશુ દીઠ, દૈનિક, કાયમી 30 રૂપિયાની સબસિડી આપી રહી છે તે માટે ઉતર પ્રદેશમાં પણ સબસીડીની જોગવાઈ કરવી જોઈએ, સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડ કે જે પ્રજા અને સરકાર વચ્ચેન સંકલન કરવાનું ખૂબ મોટું માધ્યમ છે, પરંતુ આ બોર્ડ સુસુપ્ત અવસ્થામાં છે. તાત્કાલીક કાર્યાન્વિત કરવા વિનંતી. ઉત્તરપ્રદેશના તમામ જીલ્લાઓમાં (એસ.પી.સી.એ.)ની રચના કરી તેને કાર્યાન્વિત કરવું અને તેના કામોની રોજબરોજની દેખરેખ માટે (એ.ડબલ્યુ.બી)માં અધીકારીની નીમણુંક કરવાનો અનુરોધ કરાયો, ઉત્તર પ્રદેશમાં અલગથી ગૌ મંત્રાલય , એનિમલ વેલ્ફેર મંત્રાલય બનાવમાં આવે, ટ્રેકટરો દ્રારા ખેતીના કારણે બળદોની આવશ્કયતા ઘટી તેથી પ્રદુષણ પણ વધ્યુ સરકારે ટ્રેકટર ઉપર અપાતી સબસીડી બંધ કરવી જોઈએ અને હળ દ્વારા બળદ વડે થતી ખેતીને પ્રોત્સાહીત કરવા પગલા લેવા જોઈએ. વાહન વ્યવહારમાં પણ જયાં શકય છે ત્યાં તમામ જગ્યાએ બળદગાડુ , ઉંટગાડી, ઘોડાગાડીને પ્રોત્સાહીત કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હતી,જુવાર બાજરીના વાવેતર ઘટયા માટે ખેડૂતો ઘાસચારાલક્ષી જુવાર, બાજરી મકાઈનું વાવેતર વધારે તેવી પ્રોત્સાહકનીતી જાહેર કરવામાં આવે, ઉત્તરપ્રદેશમાં જેટલા ગૌચર બચ્યા છે તે બાવળ મુક્ત થાય, દબાણ મુક્ત થાય તેને ફેનસીગ થાય તેના અંદર સારો ઘાસચારો ઊગે અને તે દ્વારા તે વિસ્તારના અબોલ જીવોને શાતા વધે તેવું આયોજન કરવા વિનંતી કરાઈ, જે રાસાયણીક ખાતર પેદા કરે છે તે માટે રાજય સરકાર દરેક પ્રકારે અર્થ સહાય કરે છે તે રીતે દરેક પાંજરાપોળ/ગૌશાળાએ ઓર્ગેનીક મેન્યુર પેદા કરી વ્યવસ્થા છે. રાજ્ય સરકારની નીતી ગૌ શાળા પાંજરાપોળને ઓર્ગેનિક ખાતર માટે સબસીડીની વ્યવસ્થા હોવી જોઈએ, દરેક ૧૦ ગામ દિઠ ”૧૯૬૨ પશુ સારવાર એમ્બ્યુલન્સ” શરૂ થાય તથા અમલીકરણ દરેક ગામ દીઠ થાય તે માટે, પંચગવ્ય આધારિત તાલીમ કેન્દ્ર બનાવવા, દરેક પોલીસ સ્ટેશનમાં એક અધિકારી હોવો જોઈએ જે પ્રાણી કલ્યાણ વિશે જાણકાર હોય અને પશુ કલ્યાણના કેસોમાં મદદ કરી શકે આવી વિવિધ રજુઆતો ભારત સરકારના પશુપાલન મંત્રાલયના માનદ સલાહકાર મિત્તલ ખેતાણી અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટના પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી. ઉત્તર પ્રદેશના જીવદયા પ્રેમી, ગૌમાતા ભક્ત મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજીએ તમામ રજુઆતો અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. યોગીજીનું અભિવાદન ગૌમાતાનાં પંચગવ્યથી નિર્મિત ‘ગોબર કલોક’ આપીને કરવામાં આવ્યું હતું. સમગ્ર મુલાકાત અંગે હિંદુ આચાર્ય ધર્મ સભાના સંયોજક સ્વામી પરમાનંદ સરસ્વતીજીનાં અનેરા આશિર્વાદ પ્રાપ્ત થયા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230417_225931.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!