નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર “એ” ડીવીઝન પોલીસ

નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર “એ” ડીવીઝન પોલીસ
જહાંગીરપુરા પો.સ્ટે. જી. સુરત ના નાસતા ફરતા આરોપીને અંકલેશ્વર શહેર વાત્સલ્ય બંગલોઝ થી ઝડપી પાડતી અંકલેશ્વર “એ” ડીવીઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી ડૉ.લીના પાટીલ સાહેબનાઓ દ્રારા જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડવા માટે સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઈ સાહેબ અંકલેશ્વર ડિવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જીલ્લામાં નાસતા ફરતા અરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે.
જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જી. સુરત ગુ.ર.નંબર ૧૧૨૧૦૦૦૭૨૩૦૧૧૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- ૨૯૪(ખ),૫૦૬(૨),૪૨૭ મુજબ ગઇ તા.૦૭/૦૪/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ જે કામે ગુનાની હકીકત એવી છે કે, આ કામે આરોપી રાહુલભાઈ ખુશાલભાઈ પટેલ નાએ તેઓની માતા ફરીયાદી કપિલાબેન W/O ખુશાલભાઈ છીબાભાઈ પટેલ પાસે રૂપીયા પાંચ હજાર માંગતા કપિલાબેનએ રૂપિયા આપવાની ના પાડતા આરોપી એકદમ ગુસ્સામાં આવી બીભત્સ ગાળો બોલી રૂપિયા આપો નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરીયાદીની મારૂતી સુઝુકી અલ્ટો ફોર વ્હીલ ગાડી નં- GJ-05-CK-6369 નો આગળનો કાચ તથા પાછળનો કાચ કોઈ સાધન વડે તોડી નાખી નુકશાન કરી ગુનો કરેલ
અંકલેશ્વર શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના અ.પો.કો. નિલેશસિંહ ભાણાભાઈ બ.નં.૧૩૦૭ નાઓને ચોકકસ માહિતી મળેલ કે, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જી. સુરત ગુ.ર.નંબર ૧૧૨૧૦૦૦૭૨૩ ૦૧૧૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- ૨૯૪(ખ),૫૦૬(૨),૪૨૭ મુજબ ગુનામા નાસતો ફરતો આરોપી હાલ અંકલેશ્વર શહેર વાત્સલ્ય બંગ્લોઝ મ.નં.બી ૩૩ ખાતે હાજર છે તેવી ચોકકસ માહિતી આધારે ટીમ બનાવી ખાનગી વાહનમાં અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનથી બાતમીવાળી જગ્યાએ જઈ નિચે મુજબના ગુનાનો આરોપીને ઝડપી પાડી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
:: ગુનાની વિગત ::
⇰ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જી. સુરત ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૭૨૩૦૧૧૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- ૨૯૪(ખ), ૫૦૬(૨),૪૨૭ મુજબ
:: આરોપીનુ નામ ::
⇰ રાહુલભાઈ ખુશાલભાઈ પટેલ ઉ.વ. ૪૩ રહે, વાત્સલ્ય બંગ્લોઝ મ.નં.બી ૩૩, અંકલેશ્વર શહેર, જી.ભરૂચ
:: ટીમ વર્ક અધિકારી/કર્મચારીના નામ:-
પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળા અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન, પો.સબ.ઈન્સ. એન.આર.પાથર, તથા અ.હે.કો. વિજયસિંહ સજુભા બ.નં ૧૦૯૬ તથા અ.પો.કો. નિલેશસિંહ ભાણાભાઈ બ.નં૧૩૦૭ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ટીમવર્કથી કરવામાં આવેલ છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300