શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં અક્સ્માત

અકસ્માત માં એક વ્યક્તિનું મોત. મૃતક કાંકરેજ તાલુકાના બુકોલી ગામનો હોવાનું જાણવા મળ્યું છે જોકે પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે અને શિહોરી પોલીસ સ્ટેશનમાં અક્સ્માતનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગાડીમાં સવાર ચાર લોકો હતા જેમાં એકનું મોત થયું છે અને ત્રણ વ્યકિતને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચી.
જોકે ગાડી ઝાડ સાથે અથડાતાં એકનું મોત થયું ઈજાગ્રસ્ત (૧) જલાભાઇ દેસાઈ(૨) અમરતભાઈ દેસાઈ(૩) જસવંતજી સોલંકી અને મૃતક (૪) સોલંકી અજમલસિંહ ચેહરાજી ઉંમર આશરે ૫૫ વર્ષ રહે. તમામ બુકોલી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ને અચાનક ગાડી ચાલક નો સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ગાડી ઝાડ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે મૃતકની લાશને પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના અંગે ગામમાં અને આજુબાજુના સ્થાનિક લોકોના ટોળાં એકઠા થયા હતા અને દુઃખ વ્યકત કર્યું હતું. શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર કંબોઇ ચોકડી પાસે એક કાર ઝાડ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં સમગ્ર કાંકરેજ તાલુકા માં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મૃતક પુર્વ સરપંચ હોવાથી અને દરેક સમાજમાં લાગણી સાથે કામ કર્યું હતું જેમાં લોકોની આંખોમાં પાણી ની ધારા વહી રહી હતી.
અહેવાલ – હેમુભા વાઘેલા (કાંકરેજ)