વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ વર્ષોથી ઝંખે છે વિકાસ..! જાળવણી!

વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ વર્ષોથી ઝંખે છે વિકાસ..! જાળવણી!
Spread the love

વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ વર્ષોથી ઝંખે છે વિકાસ..! જાળવણી!

●તંત્રની બેદરકારીના લઇ અનેક પ્રાચિન ઇમારતોની બિસ્માર હાલત..

●આજનો વિશેષ અહેવાલ વારસો અને ધરોહર સમાન મુનસર તળાવ સ્થાનિક તંત્ર પુરાતત્વ ને અર્પણ…

વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવનું અસ્તિત્વ જોખમાયું છે. તળાવના કિનારા પર આવેલી દેરીઓ પણ દિવસે ને દિવસે ખંડિત બનતી જાય છે. તળાવના કિનારા પર લગાવવામાં આવેલી ફેન્સીંગ તૂટી જવા પામી છે. તંત્રની બેદરકારીના પગલે શહેરની અનેક પ્રાચિન ઇમારતોની બિસ્માર હાલતમાં છે. અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક શહેર વિરમગામ એ સૌરાષ્ટ્રનું બારુ તરીકે ગણાય છે. 11 મી સદીમાં સિઘ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ બંધાવેલા મુનસર તળાવ કલા કારીગરીના બેનમુન સમાન એક ઐતિહાસિક ધરોહર છે.

તળાવની ચારેતરફ 520 દેરીઓ હતી. દરેક દેહીઓની અંદર એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. દેરીઓની બંને બાજુઓ છીદ્રો હતા, તેમાથી દોરી પસાર કરીને મુનસરી માતાના મંદિરમાં જતી હતી. દરેક દેરીઓની અંદર ઘંટડીઓ મુકવામાં આવી હતી. સંઘ્યાકાળે આરતી સમયે દેરીઓમાં રહેલી ઘંટડી રણકી ઉઠતી હતી. આજની પેઢીને મુનસર તળાવના સ્થાપત્ય કલાની કોઇ જાણકારી જ નથી. રાજયમાં આવા કેટલાક સ્થાપત્યો વિનાશના આરે છે. આજની પેઢીને ખેચી લાવવા સર્મથ નથી, સ્થાપતા કલામાં કે તેની આસપાસ ગંદકી કે હાનિકારક ઇત્તર પ્રવૃતિ તેમજ અસામાજિક તત્વોના અડાઓ જ બની ગયા છે.

આ બાબતમાં સ્થાનિક તંત્ર સાથે પુરાતત્વ ખાતુ પુરેપુરુ જવાબદાર કહેવાય તંત્રની બેદરકારીના કારણે આપણી સંસ્કતિ કે વારસાની જાળવણી થઇ શકી નથી, સ્થાનિક તંત્ર અને પુરાતત્વ ખાતા દ્વરા ઉપેક્ષા કરવામા આવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહયુ છે. પાટણના રાજા સિઘ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ તળાવ બંધાવ્યુ હતુ. ગુજરાત રાજયના જેતે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અનેકવાર વિરમગામ આવ્યા છે અને મુનસર તળાવની મુલાકાત પણ લીધી છે.

અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે રહી ચુકેલા પૂર્વ મુખ્યમંત્રીની તખ્તીઓ સાક્ષી ઓ પુરે છે. તળાવના વિકાસ માટે ભૂમિપુજન થયુ હતુ. જે વાતને વર્ષોવીતવા છતા કોઇ કાર્ય થયુ નથી. તળાવના કિનારા પર રોડની બાજુએ ઇટોની દીવાલ તથા અન્ય જગ્યા તારની વાડ કરવામાં આવી હતી. ત્યારે ગયા વર્ષો મા 3 ફેબ્રુઆરી 2016 અમદાવાદ જિલ્લા ના વિરમગામ નું ઐતિહાસિક મુનસર તળાવ અને ધોળકાનું મલાવ તળાવ વિકાસ માટે પુરાતત્વ વિભાગ –ભારત સરકાર દ્રારા કુલ રૂ. 12 કરોડ મંજુર કર્યા જેઓનું રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે ખાતમુર્હત કરાયું.

વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ નુ રિનોવેશન કરવામાં આવ્યું કે ન આવ્યું સમય જતા કોઇ કારણોસર કામ અધૂરૂ રહી તે રહી જ ગયું ઉલ્લેખનીય છેકે વર્ષો થી વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવ સામે રાજ્ય સરકાર કે કેન્દ્ર નુ પુરાતત્વ વિભાગ દ્વારા જાળવણી અને રિનોવેશન માટે કોઇ નક્કર કાર્યવાહી કરવામા આવી નથી ત્યારે હવે વર્લ્ડ હેરિટેજ દિવસ (વિશ્વ ધરોહર દિવસ)ની ઉજવણી ભાગરૂપે સ્થાનિક તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા ઉજવણી પણ કરવામા આવતી નથી.

રિપોર્ટ – પીયૂષ ગજ્જર (વિરમગામ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!