કાંકરેજ તાલુકાના ગામોમાં જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષ સ્થાને લોક દરબાર

સમગ્ર ગુજરાત માં ગુજરાત પોલીસ દ્વારા લોક દરબાર યોજી ને લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દિન પ્રતિદિન વધી રહેલ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી ને લોકો ને વ્યાજની ચુંગાલ માંથી બહાર કાઢી ને લોનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા આઇપીએસ અધિકારી એ કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક દરબાર યોજી ને લોકોના પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા જેમાં શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલા અરડુવાડા ગામની રોડ ઉપર આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ માટે કાળજી રાખીને રોડ ઉપર થી પસાર થવું પડે છે અને સાવધાની રાખવી પડે છે.
જોકે હવે આ રોડ ઉપર અવાર નવાર ગોઝારા અકસ્માતમાં લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ગામના સરપંચ વાલજી ઠાકોર એ રોડ ઉપર સ્પીડ બ્રેકર અને બેરિકેટ મુકવા માટે જીલ્લા પોલીસ વડા ને રજૂઆત કરી હતી જેમાં તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અધિકારી ને સુચના આપી ને બેરીકેટ મુકવા માટે જણાવ્યું હતું અને જીલ્લા પોલીસ વડા એ ગામમાં ખુબ શિક્ષણ વધે અને બાળકો તેમજ યુવાનો ભણીગણી ને ઉંચી પોસ્ટ કે સારો ધંધો વેપાર કરી ને દેશનું નામ રોશન કરે એવી આશા વ્યકત કરી હતી ત્યારે હવે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના પ્રશ્નો અંગે ઝડપી નિકાલ આવશે અને ગુનાખોરી તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દારૂ જુગાર જેવી બદીઓ ને નેસ્ત નાબુદ કરવા માટે જીલ્લા પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત અમલ કરવા માટે જણાવ્યું હતું ત્યારે હવે શિહોરી પોલીસ સ્ટેશન ના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ચોરીઓ નો ભેદ ઉકેલવામાં પોલીસને નિષ્ફળતા મળી છે ત્યારે હવે ખીમાણા ગામની ચોરીનો ભેદ ઉકેલવામાં જીલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા આઇપીએસ અધિકારી દ્વારા ટીમ બનાવી ને ચોરીનો ભેદ ઉકેલવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે હવે જીલ્લા પોલીસ વડા ના ગ્રામ્ય વિસ્તારોમાં લોક દરબાર ને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને જીલ્લા પોલીસ વડા એ બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ને રવાના થયા હતા.
અહેવાલ – હેમુભા વાઘેલા (કાંકરેજ)