જામનગર : રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં યુવાન પર જુની અદાવતના કારણે હુમલો

જામનગરમાં ખોજા નાકા બહાર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં યુવાન પર જુની અદાવતના કારણે હુમલો
જામનગરમાં કાલાવડ નાકા બહાર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા એક યુવાન પર તેમના જ કુટુંબી ભાણેજ સહિતના ત્રણ શખ્સોએ જૂની અદાવતના કારણે છરી-પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા હાજીભાઈ સિદ્દીકભાઈ ખફી નામના ૩૮ વર્ષના સુમરાજ્ઞાતિના યુવાને પોતાના ઉપર છરી લોખંડના ભાઈબંધને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ભાણેજ એવા સમીર અલ્લારખાભાઈ ખફી, વસીમ અલારખા ખફી, અને અલ્લા રખાભાઈ ખફી વગેરે સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી હાજીભાઈ ના પત્નીએ અગાઉ આરોપી વિરુદ્ધ પોકસો એકટ અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ ખેંચવા અથવા તેમાં સમાધાન કરવા માટે દબાણ કર્યા પછી તેનું મન દુઃખ રાખીને આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300