પ્રદર્શન ગ્રાઉન્ડમાં જમીનદોસ્ત થયેલ સ્ટેજ ના બનાવ થી વ્યવસ્થામાં તાત્કાલિક અસરથી ફેરફાર કરાયો

પ્રદર્શન ગ્રાઉન્ડમાં જમીનદોસ્ત થયેલ સ્ટેજ ના બનાવ થી વ્યવસ્થામાં તાત્કાલિક અસરથી ફેરફાર કરાયો
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં બે દિવસ પછી ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી થનાર છે, જેના માટેના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલા સ્ટેજના ટ્રસ્ટનો હિસ્સો ધરાશાઇ થઈ ગયો હોવાથી હવે તે કાર્યક્રમ માટેની વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે, અને ઉપરના લાઇટિંગ માટેના ટ્રસ્ટના હિસ્સાને દૂર કરી લેવાયો છે. માત્ર નીચે બનાવેલા સ્ટેજ પર જ ખુલ્લામાં કાર્યક્રમ યોજાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
ગુજરાત રાજ્યના સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી જામનગરના પ્રદર્શન મેદાનમાં થનાર છે અને તે ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ની હાજરીમાં સાંસકૃતિક કાર્યક્રમ યોજાનાર છે, જે કાર્યક્રમ યોજવા માટેના સ્ટેજની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. પરંતુ તે માટે લાઇટિંગ સહિતનું ટ્રસ્ટ ઊભું કરાયું હતું, જે ટ્રસ્ટનો હિસ્સો એકાએક ધરાસાઈ થયો હોવાથી જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત કાર્યક્રમની વ્યવસ્થામાં તાત્કાલિક અસર થી ફેર બદલ કરવામાં આવ્યો છે. ગઈ રાત્રે ધરાશાઇ થયેલા સ્ટેજના ટ્રસ્ટના હિસ્સાને સ્ટેજ પરથી દૂર કરી દેવાયો છે, અને હાલમાં સ્ટેજને ખુલ્લો કરી દેવાયો છે.
સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજને ખુલ્લું રાખીને આગામી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, અને તે પ્રકારે તેજ તથા બેઠક વ્યવસ્થા વગેરે ની ગોઠવણ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેથી હવે ટ્રસ્ટના માધ્યમથી લાઇટિંગની વ્યવસ્થા ગોઠવાઈ હતી, તેના બદલે નીચે ટાવર ઊભા કરીને લાઇટિંગની વ્યવસ્થા ગોઠવાશે, જયારે સ્ટેજ પરથી ઇલેક્ટ્રોનિક આતશબાજી નો કાર્યક્રમ રખાયો હતો. તે હાલ હોજી શકાય તેમ નથી, તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300