ઢોરના ડબ્બામાં ગાયોના મૃત્યુ અંગે જવાબદાર સામે પગલાં

ઢોરના ડબ્બામાં ગાયોના મૃત્યુ અંગે જવાબદાર સામે પગલાં
જામનગર મહાનગર પાલિકાના ઢોરના ડબ્બામાં દરરોજ ગાયો ના મૃત્યુ થઈ રહ્યા છે. જે શરમજનક બાબત છે. આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા જોઈએ તેવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.
જામનગરના વોર્ડ નંબર ૧પ ના કોંગ્રેસ ના કોર્પોરેટર અને વિપક્ષ ના પૂર્વ નેતા આનંદ રાઠોડ એ આ રજુઆત માં જણાવ્યું છે કે ખાધા ખોરાકી વગર ગાયો ટપોટપ મૃત્યુને ભેટી રહી છે.તે કેવી રીતે બની શકે ? કારણ કે ઘાસચારા માટે લાખો રૃપિયાના બીલો પાસ કરવામાં આવે છે તો પછી તે પૈસા કયાં જાય છે ? આથી લગત અધિકારી સામે ધોરણસર પગલા લેવા જોઈએ. કોઈપણ આરોપી ને લોકઅપમાં બંધ કરવામાં આવે તે પછી તેનું કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો બનાવ ની તપાસ કરવામાં આવે છે .
તેવી જ રીતે ઢોરના ડબ્બા માં પણ ઢોરનું મૃત્યુ થાય તો તેની તપાસ થવી જોઈએ, આથી ઢોરના ડબ્બા સંચાલિત અધિકારીને તાત્કાલિક ધોરણે પદ ઉપર થી દૂર કરવા જોઈએ.જો યોગ્ય પગલા લેવામાં નહીં આવ તો કમિશનરની ચેમ્બર પાસે ધરણાં કરવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300