શહેર ના રાજમાર્ગો પર પોલીસની વિવિધ શાખાઓ દ્વારા પરેડ પ્રેક્ટિસ અને રીહર્સલ યોજાયું

શહેર ના રાજમાર્ગો પર પોલીસની વિવિધ શાખાઓ દ્વારા પરેડ પ્રેક્ટિસ અને રીહર્સલ યોજાયું
જામનગરમાં આગામી પહેલી મે ના દિવસે ગુજરાત ગૌરવ દિન તરીકે રાજ્યના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર હોય, છેલ્લાં ઘણાં દિવસોથી જામનગર સહિતના શહેરોની વિવિધ પોલીસ શાખાઓ દ્વારા પરેડની પ્રેક્ટીસ અને રીહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરુપે ગઇકાલે ગુરુવારે સાંજે જિલ્લા પંચાયત ભવન સામેના ભાગમાં આ પ્રકારની એક ભવ્ય પરેડ યોજવામાં આવી હતી, જેમાં મોટર-બાઇક સ્ટન્ટ તેમજ મરીન કમાન્ડો ઉપરાંત ચેતક કમાન્ડો ફોર્સ અને અશ્ર્વ શો ના કર્મચારીઓ તેમજ બેન્ડ ઉપરાંત પુરુષ અને મહિલા પોલીસકર્મીઓ દ્વારા વિવિધ પ્રકારની પરેડ અને કરતબો રજુ કરવામાં આવ્યા હતા, આ તકે રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે આ પરેડની સલામી જીલી હતી, તે સમયે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300